google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમા પ્રિન્ટીંગ પ્રેસમા રાત્રિના સમયે લાગેલી ભીષણ...

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમા પ્રિન્ટીંગ પ્રેસમા રાત્રિના સમયે લાગેલી ભીષણ આગ

- ઝધડીયા જીઆઈડીસીથી આવેલ ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ નગરમા નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે સંદીપકુમાર ઠાકોરલાલ ગાંધી નુ જાનકી પ્રિન્ટર્સ ના નામે પ્રિન્ટીંગ પ્રેસ આવેલ છે.આ પ્રેસમા કોઈક અગમ્ય કારણોસર રાત્રિના એક વાગ્યા આસપાસ આગ લાગી હતી.રાત્રિના સમયે કોઈકની નજર પ્રથમ માળે આવેલ આ પ્રેસ ઉપર પડતા દુકાનના શટલ વાટે ધુમાડા બહાર નિકળતા નજરે પડ્યા હતા.જેને લઈને તાત્કાલિક ગાંધી બજાર ખાતે રહેતા દુકાન માલિકના ધરે સંપર્ક કરતા સંદીપભાઈ ગાંધી પોતાના ફેમેલી સાથે ચાર ધામ યાત્રાએ ગયા હોય.તેઓના પિતા ઠાકોરલાલ મુળજીભાઈ ગાંધીનો સંપર્ક કરી તાત્કાલિક તેઓને દુકાને બોલાવ્યા હતા. આગ લાગી હોવાની વાત વાયુ વેગે નગરમા ફેલાઈ જતા ધટના સ્થળે લોક ટોળા ઉમટી પડયા હતા.આગ લાગવાની ધટના બનતા તાત્કાલિક અસરથી નગરમા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી.જોકે બાદમા વિજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવ્યો હતો.આગને કાબુમા લેવા માટે વિજયભાઈ ભગવાનદાસ માછીએ ઝધડીયા જીઆઈડીસી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલીફોનિક સંપર્ક કરી હકકીત જણાવતા ફાયરબ્રિગેડના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોચ્યા હતા અને આગને કાબુમા લીધી હતી.નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ પંચકાયસ કરી નેત્રંગ મામલતદાર ને રિપોર્ટ કર્યો છે.પ્રિન્ટીંગ પ્રેસમા રાખેલ કોમ્પ્યુટરથી લઈને મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જતા પ્રેસ માલિક સંદીપભાઈને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!