ભરૂચ,
પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનો છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનો આજે છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.જેમાં સમાજ સંગઠિત બને સમાજના લોકો એકબીજાની નજીક આવે સમાજસેવા સમાજની ઉન્નતિ થાય સમાજનો ઉત્કર્ષ થાય સંપ સહકાર ભાતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય તોજ સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનો છઠ્ઠો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.જેમાં સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનિત કરી પ્રોસ્ટાહન કરવામાં આવ્યું હતું. સમાજના ડોક્ટર સહિત સમાજના અનેક વિવિધ ક્ષેત્રોમાં આગળ નીકળી સમાજનું નામ રોસન કરનાર વ્યક્તિઓનો સમાવેશ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવતા ૧૦૦ થી વધુ બ્લડની બોટલનું ડોનેશન કર્યું હતું.સાથે જ સમાજ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્ય કરી સમાજને વધુ મજબૂત કરવાના પ્રયાસો હાથ વધારવામાં આવી છે.
પ્રજાપતિ સમાજનો છઠ્ઠો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- સમાજના અનેક ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું - બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૧૦૦ થી વધુ બ્લડની બોટલ એકત્ર કરી