google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, November 8, 2024
HomeGujaratઉત્તરાયણ ના તહેવારમાં ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સ્ટાફ ખડે પગે રહેશે હાજર

ઉત્તરાયણ ના તહેવારમાં ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સ્ટાફ ખડે પગે રહેશે હાજર

- ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમ્યાન ૧૯ એમ્બ્યુલન્સમાં ૮૦ ઈએમટી અને પાયલોટ સ્ટાફ ફરજ ઉપર રહેશે હાજર

ભરૂચ,
અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં પતંગ રસિકો મનમૂકી ઉત્સવ ઉજવવા તત્પર છે.પરંતુ પતંગની મજા માનવામાં દોરીના કારણે નિર્દોષ વાહન ચાલકોને ઈજાઓ થતાં જીવ પણ ગુમાવી શકે છે. પંરતુ દોરીના કારણે કોઈ નિર્દોષ વાહન ચાલક જીવ ન ગુમાવે તે માટે ભરૂચ જીલ્લામાં ૧૦૮ ની ૧૯ લોકેશસન ઉપર એમ્બ્યુલન્સ માં ૮૦ ઈએમટી અને પાયલોટ સ્ટાફ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિને ખડે પગે ફરજ ઉપર રહેશે.
ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા ભરૂચવાસીઓ સજ્જ છે.પરંતુ પતંગની મજા માં નિર્દોષ વાહન ચાલકો દોરીથી ઈજા પામે તેવા વાહનચાલકોને તાત્કાલિક સારવાર મળી રહે અને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે ભરૂચ જીલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ખડેપગે ફરજ બજાવશે.
ઉત્તરાયણ પર્વ ૧૪ મી અને ૧૫ મી જાન્યુઆરીના રોજ નજીક આવી રહ્યો છે.ત્યારે ગુજરાતમાં આશરે ૨૬ ટકા જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે.વર્ષ ૨૦૨૪ માં ઉતરાણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે ૩,૬૦૭ જેટલા કોલ્સ નોંધાય છે જે ઉતરાણના દિવસે આશરે ૪૫૪૫ એટલે કે ૨૬ ટકા જેટલા થવાની સંભાવના છે.ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેશો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાથી,શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ હોય સાથે સંબંધિત છે.આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે.આ સાથે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં ૧૦૮ ડાયલ કરતા અચકાશો નહીં.આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ.
જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સમાં આશરે ૮૪ જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આશરે ૧૧૩ કેસ એટલે કે ૩૪.૫૨ ટકા અને ૧૫ મી જાન્યુઆરીના રોજ ૯૧ જેટલા કેસો એટલે કે ૮.૩૩ ટકા જેટલો વધારો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે.જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસ માટે જીલ્લા ના અલ અલગ ૧૯ લોકોએશન ઉપર એમ્બ્યુલન્સ તહેનાત રહેશે.જેમાં ઈએમટી અને પાયલોટ મળી ૮૦ જેટલો સ્ટાફ ખડેપગે પોતાની ફરજ બજાવશે અને પતંગની દોરી થી ઈજા પામનારનો જીવ બચાવવામાં મદદરૂપ બનશે.

ઉત્તરાયણ માં શું કરવું જોઈએ
૧. સેફટી ગાઈડ લાઈન્સનુ પાલન અવશ્ય કરવું
૨. સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા
૩. રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું
૪. અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું
૫. કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 ડાયલ કરવો

ઉત્તરાયણ માં શું ન કરવું
૧. પોતાની સાવધાનીના પગલાને નકારવા નહીં
૨. ઈલેક્ટ્રીક થાંભલા કે પાવર લાઈન ની આજુબાજુથી પતંગ ઉડાડવા નહીં
૩. પતંગની દોરીમાં અણીદાર વસ્તુ કે નુકસાન કરે તેવું કોઈ પણ વસ્તુ કે મટીરીયલ દૂર કરવું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!