google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratસમય મર્યાદામાં માહિતી નહી આપવા બદલ રાજ્ય માહિતી આયોગે આમોદના તત્કાલીન તાલુકા...

સમય મર્યાદામાં માહિતી નહી આપવા બદલ રાજ્ય માહિતી આયોગે આમોદના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીને ૫૦૦૦ નો દંડ ફટકાર્યો

- હાલ ભરૂચ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા નરેશ લાડુમોરને દંડની રકમ પોતાના ભંડોળ માંથી કે તેમના પગાર માંથી કપાત કરી ભરપાઈ કરવા હુકમ

ભરૂચ,

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના વાતરસા ગામમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવતું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક અબ્દુલ મુસા જેટ દ્વારા વાતરસા ગામના તત્કાલીન સરપંચ તથા જૂની બોડી દ્વારા ગામતળની જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવે છે તે અંગે નવ મુદ્દામાં તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી અને માહિતી અધિકારી પાસે ૩૧ મી માર્ચ ૨૦૨૩ ના રોજ માહિતી માંગવામાં આવી હતી.જે માહિતી સમય મર્યાદામાં નહી આપતા અબ્દુલ મુસા જેટ દ્વારા ૨૦ મી મે ૨૦૨૩ ના રોજ બીજી અપીલ કરવામાં આવી હતી.જેમાં તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારને ખૂબ જ વિલંબિત માહિતી આપવામાં આવી હતી.જેથી તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર કસૂરવાર થતાં તેમને રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર ગાંધીનગર તરફથી એક મહિનામાં ૫૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.જે દંડની રકમ તત્કાલીન આમોદ તાલુકા વિકાસ અધિકારી અને હાલ ભરૂચ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને તેમના પોતાના ભંડોળમાથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગાર માંથી કપાત કરી ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી સહિત તળતીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!