ભરૂચ,
ભરૂચના ઐતિહાસિક રતન તળાવનું રત્ન એવા એક દુર્લભ કાચબાનું મોત નીપજ્યું હતું.પાલિકાએ બજેટમાં આ વખતે રતન તળાવના વિકાસ માટે કરોડની જોગવાઈ કરી છે જે હરહંમેશાની જેમ માત્ર કાગળ પર જોવા મળી રહી છે.
ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.સ્થાનિકો વર્ષોથી રતન તળાવના શુદ્ધિકરણ અને અલભ્ય કાચબાઓના સંરક્ષણની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે.તંત્રે અત્યાર સુધી કરોડો રૂપિયાની જોગવાઈ રતન તળાવ અને તેના કાચબા માટે કરી જે કાગળો ઉપર જ સીમિત રહી ગઈ છે.અત્યાર સુધી કેટલાય કચબાઓના મોત થયા છે અને રતન તળાવનો વિકાસ કે તેમાં રહેલા કાચબાઓના રક્ષણ અંગે કોઈ નક્કર કામગીરી થઈ નથી.ભરૂચ પાલિકા પણ ઐતિહાસિક રતન તળાવ માટે કરોડોની જોગવાઈ કરી છે પણ વર્ષોથી કરોડોની જોગવાઈ અને જાહેરાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને બીજી તરફ કાચબા મોતને ભેટી રહ્યાં છે.