(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીની કન્યાશાળાના શિક્ષક કિશોરભાઈ પટેલને ઝઘડિયા તાલુકાના બેસ્ટ બીએલઓ સુપરવાઈઝર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા કિશોરભાઈ પટેલને ઝઘડિયા તાલુકાના બેસ્ટ બીએલઓ સુપરવાઈઝર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાજપારડી કન્યાશાળાના આચાર્ય વિપુલભાઈ રોહિત તેમજ અન્ય શિક્ષકો ઉપરાંત ગ્રામજનો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં નામ ઉમેરવા કમી કરવા ઉપરાંત મતદારયાદી સંબંધિત અન્ય સુધારણા કામગીરી કરનાર શિક્ષક મિત્રો દ્વારા તેમને સોંપાયેલ બુથોમાં આવી મતદારયાદી સુધારણાની કામગીરી કરવાની હોય છે.રાજપારડી કન્યા શાળાના શિક્ષક કિશોરભાઈ પટેલે આવા ૧૨ મતદાનબુથોના વિસ્તારમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી હતી.તેમની સરાહનીય કામગીરીને ધ્યાનમાં લઈને તેઓને બેસ્ટ બીએલઓ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજપારડી કન્યા શાળાના શિક્ષકને તાલુકાના બેસ્ટ બીએલઓ સુપરવાઈઝર તરીકે સન્માનિત કરાયા
- જિલ્લા કલેક્ટરના હસ્તે બેસ્ટ બીએલઓ સુપરવાઈઝર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો