આમોદ,
આમોદ તાલુકાના કાંકરિયા ગામના કૂવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી કૂવામાં પડેલા મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કૂવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી.જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી ફોરેસ્ટર જશુભાઈ.જી.પરમાર,બીટગાર્ડ અનિલ પઢિયાર,વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કૂવા માંથી બહાર કાઢી રેસ્ક્યું કર્યો હતો.ત્યાર બાદ મગરને આમોદ વનવિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુકત કરવામાં આવ્યો હતો.
આમોદના કાંકરિયા ગામના કૂવામાં પડેલા મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો
- મગરનું મેડીકલ ચેક અપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મૂક્યો