(જયશીલ પટેલ,ઝઘડિયા) ઝઘડીયા તાલુકા સહીત પંથકના વિસ્તારોમાં વીજચોરીની મળેલી ફરિયાદોને નિવારવા આજરોજ વહેલી સવારે રાજપીપલા વિભાગીય કચેરીની ટીમોએ ઝઘડીયા તાલુકાના તેમજ અમુક નર્મદા જિલ્લાના અમુક ગામોમાં વહેલી સવારે વીજ ચેકીંગ હાથધર્યું હતું.જેમાં ઉમલ્લા,બામલ્લા, કેશરવા,તવડી વિગેરે ગામોમાં વીજ મીટરોની તપાસ હાથ ધરવામાં આવી હતી.અંદાજે ૩૫૦ વીજ મીટરોની ચકાસણી કરવામાં આવતા કેટલાક વીજ ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા હતા.વીજ કંપની દ્વારા વીજ ચોરી કરતા ગ્રાહકોને ૪.૫ લાખ રૂપિયાનો દંડ ફટકારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે વીજ ચોરી કરતા ગ્રાહકોના ગેરકાયદેસર લંગરીયા, કેબલો, હુંક,આંકડી,વીજતારો,મીટરો, વેગેરે સામગ્રી જપ્ત કરી દંડ ફટકારવામાં આવ્યો છે.વધુમાં જણાવ્યા મુજબ આગામી દિવસો દરમિયાન પણ વીજચેકીંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આકસ્મિક આવેલા વીજ ચેકીંગથી વીજચોરી કર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.