google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeગુમાનદેવ નજીક ઝઘડિયાના ઈસમની મોટર સાયકલને અડફેટમાં લઈ ટ્રક ચાલક નાસી ગયો

ગુમાનદેવ નજીક ઝઘડિયાના ઈસમની મોટર સાયકલને અડફેટમાં લઈ ટ્રક ચાલક નાસી ગયો

- ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતો - કેટલાક અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહિ થતા અકસ્માતની તેવી ઘટનાઓ પ્રકાશમાં નથી આવતી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા) 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ પર દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ અકસ્માતો પૈકી ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા છે.હાલમાં થોડા દિવસ અગાઉ ગોવાલી નજીક એક ટ્રકની અડફેટે મોટરસાયકલ સવાર બે ઈસમોના મોત થયા હતા.જ્યારે તેજ ઘટનાના બીજા દિવસે સારસા નજીક એક બસ અને રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો.જોકે સદભાગ્યે તેમાં કોઈ જાનહાની થઈ નહતી.તાલુકામાં થતા અકસ્માતોની સંખ્યામાં વધારો કરતી એક ઘટનામાં ગુમાનદેવ નજીક એક ટ્રક અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.ઝઘડિયાના રહીશ અને સુથારીકામનો વ્યવસાય કરતા ભરતભાઈ રતિલાલ વાસફોડા ગતરોજ તા.૨૯ મીના રોજ મોટર સાયકલ લઈને અંકલેશ્વર ગયા હતા અને તેઓ ત્યાંથી પાછા ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન બપોરના ચાર વાગ્યાના અરસામાં ગુમાનદેવ નજીક એક ટ્રકે મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા મોટર સાયકલ સવાર ભરતભાઈ મોટર સાયકલ સહિત નીચે પડી ગયા હતા.ઈજાગ્રસ્ત ભરતભાઈને ઝઘડિયાના મિતેશભાઈ પઢિયાર તેમની ફોર વ્હિલ ગાડીમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે ત‍ાલુકામાં ધોરીમાર્ગ ઉપરાંત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે અકસ્માતો થાય છે અને તે પૈકી કેટલાક અકસ્માતો બાબતે પોલીસ ફરિયાદો નહિ થતાં આવા અકસ્માતો પ્રકાશમાં નથી આવતા,જોકે તાલુકામાં ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનોને લઈને અકસ્માતો થાય છે.ત્યારે બેફામ દોડતા વાહનોને જરૂરી નિયમો બતાડવા તંત્રએ આગળ આવવાની જરૂર જણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!