google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઉત્તરાયણ પર્વ દરમ્યાન વાહન ચાલકોની સુરક્ષાએ માટે રાજપીપલામાં સેવાભાવી યુવાન નીરજ પટેલની...

ઉત્તરાયણ પર્વ દરમ્યાન વાહન ચાલકોની સુરક્ષાએ માટે રાજપીપલામાં સેવાભાવી યુવાન નીરજ પટેલની અનોખી સેવા

- છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦૦ થી વધુ લોકોને વિના મૂલ્યે સેફટી ગાર્ડ સ્કૂટર અને બાઈક પર ફીટ કરી આપ્યા જેથી લોકોને રક્ષણ મળે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ઉત્તરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહનચાલક માટે પ્રાણઘાતક ન બને તે માટે દ્વિચક્રી વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડનું રાજપીપલામાં સેવાભાવી વેપારી યુવાન નીરજ પટેલ દ્વારા દ્વિચક્રી વાહન પર ફીટ કરી આપવામાં આવ્યા છે.ત્રણ દિવસથી નીરજ પટેલની આ અનોખી સેવા પ્રવૃત્તીને વાહન ચાલકો અને આમ જનતાએ બિરદાવી હતી.

નીરજ પટેલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે મારાં મિત્રનું ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું ત્યારથી નક્કી કર્યું કે અન્ય બીજા કોઈનું ગળું ના કપાય અને ઉતરાયણના તહેવારની ઉજવણી કોઈ વાહનચાલક માટે પ્રાણઘાતક ન નીવડે અને સારી રીતે ઉતરાણ મનાવી શકે તે માટે બે વર્ષથી વિના મૂલ્યે સેફટી ગાર્ડ  લગાવી આપું છું.

તો વાહન ચાલકે નીરજ પટેલની સેવાને બિરદાવી હતી અને ચાઈનીઝ દોરી પ્રાણ ઘાતક છે આવી દોરી વેચનાર સામે કાર્યવાહી કરવી જોઈએ આવા સેફટી ગાર્ડ દરેક વાહન ચાલકોએ લગાવવા જોઈએ એમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!