google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, September 17, 2024
HomeGujaratરાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળતા ઝીરો વિઝીબીલીટીના દ્રષ્યો...

રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળતા ઝીરો વિઝીબીલીટીના દ્રષ્યો જોવા મળ્યા

- વાહન ચાલકોને વાહન ચલાવવામાં આ ધુમ્મસમાં ભારે તકલીફ પડી - કરજણ નદીમાં 5 ફૂટ ઊંચાં વરાળની લહેરો ઉઠી : તાપમાનનો પારો 15 ડિગ્રીએ ગગડયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં વહેલી સવારે આજે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ ધુમ્મસ એટલું બધું ગાઢ હતું કે સામેવાળી વ્યક્તિએક બીજાને જોઈ શકતી ન હતી.પાંચ ફૂટ દૂર ઊભેલી વ્યક્તિ એકબીજાને જોઈ શકતી નહોતી.આજે ઝીરો વિઝીબીલીટીનું દ્રશ્ય જોવા મળ્યું હતું.તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આજે કરજણ નદીમાં 5ફૂટ ઊંચાં વરાળની લહેરો ઉઠતી જોવા મળ્યું હતું. વાતાવરણ માં ભેજનું પ્રમાણ વધતા તાપમાનનો પારો 15 ડિગ્રીએ નીચે ગગડયો હતો.
ખાસ કરીને વાહન ચાલકોને વાહન ચલાવવામાં આ ધુમ્મસમાં ભારે તકલીફ પડતી હતી.ખાસ કરીને બસના ડ્રાઈવરોને બસ ચલાવવામાં તકલીફ પડતા આજે અમદાવાદ વડોદરા સુરત થી આવનારી બસો પણ આજે રાજપીપળા ખાતે એસટી ડેપોમાં મોડી આવી હતી.બસ ચાલકોનું કહેવું છે કે સામેનું દ્રશ્ય દેખાતું જ ન હોવાથી ખૂબ ધીમી ગાડી ચલાવી પડી હતી અને કારણે બસો મોડી પડી હતી.આજે રાજપીપલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મોર્નિંગવોક કરનારા લોકોએ ગાઢ ધુમ્મસ ના આહલાદક દ્રશ્યનો અનુભવ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આટલું ગાઢ ધુમ્મસ ક્યારેય જોયું નથી આજે આવું ધુમ્મસ પહેલીવાર જોઈએ છીએ.જેમાં સામે કશું જ દેખાતું ન હોય એવા વાતાવરણમાં આજે મોર્નિંગ વર્ક કરનારા લોકોએ ધુમ્મસમાં ચાલવાની મઝા માણી હતી મજા પણ માણી હતી.
તો બીજી તરફ વિશ્વની સૌથી ઊંચીસરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે પણ આ ધુમ્મસનું દ્રશ્ય આહલાદક જણાયું હતું.જેમાં સરદાર પટેલની પ્રતિમા ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી નું દ્રશ્ય સર્જાયું હતું. આમ માવઠાની અસર આજે ધુમ્મસને કારણે જોવા મળી હતી.
જેને કારણે રાજપીપલામાં આજે ભેજનું પ્રમાણ વધ્યું હતું તાપમાનનો પારો ગગડયો હતો રાજપીપળા ખાતે 15 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!