(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો.તો બીજી તરફ આજે ગાઢ ધુમ્મસે નર્મદાને ઘમરોળ્યું હતું.ખાસ કરીને એકતા નગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવુ દ્રશ્ય સર્જાયું હતું.
એકતાનગર માં આજે ઝીરો વિઝિબિલીટીનો માહોલ સર્જાયો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી ન હોતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડવેવનો માહોલ સર્જાયો છે આજે ઠન્ડી અને ભેજને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી.જોકે ચારે બાજુ કુદરતી સૌંદર્ય જોઈને અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા.