google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, September 9, 2024
HomeGujaratયુવકે ૬૫૦ ના ડાયપરનો ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ૮૩ હાજર ગુમાવ્યા

યુવકે ૬૫૦ ના ડાયપરનો ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ૮૩ હાજર ગુમાવ્યા

- યુવકે એમેઝોન માંથી પાર્સલ નહીં આવતા કસ્ટમર કેરમાં ફોન કરી પૂછપરછ કરતાં હજારો રૂપિયા ગુમાવ્યા - ઠગબાજે વાતોમાં વ્યસ્ત રાખી ખાતા માંથી ઓનલાઈન રૂપિયા ઉપાડી લીધા

અંકલેશ્વર,

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા યુવાને એમેઝોન માંથી મંગાવેલ પાર્સલ નહીં આવતા ફોન કર્યો હતો.જેમાં ઠગબાજે વાતોમાં વ્યસ્ત રાખી ખાતા માંથી ૮૩ હજાર રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હતા.

મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અક્ષય લાખીયાએ એમેઝોન માંથી ૬૫૦ રૂપિયાના ડાયપર પેકેટનો ઓડર કર્યો હતો.જોકે તેનું બે દિવસ થવા છતાં પાર્સલ નહીં આવતા તેણે ગુગલમાં એમેઝોનના કસ્ટમર કેરનો નંબર શોધી ફોન કર્યો હતો.પ્રથમ નંબર વ્યસ્ત બતાવ્યો હતો જે બાદ પુનઃ ફોન કરતા લાગ્યો હતો.તેઓ પાર્સલ અંગે વાત કરતા તમારું પાર્સલ નથી આવ્યું તો રૂપિયા રિફંડ જોઈએ તો ઓનલાઈન રિફંડ કરી આપવાનું ઠગબાજે કહ્યું હતું.ભેજાબાજે ફોન પર વાતચીત દરમ્યા રૂપિયા પરત કર્યા છે તમે ઓનલાઈન બેલેન્સ ચેક કરી લો કહેતા જ ફરિયાદીએ બેંક ખાતાની તપાસ કરતાં SBI અને HDFC બેંકના ખાતા માંથી ૮૩ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.ગઠિયાએ ત્રણ વખતમાં આ રૂપિયા ઉપાડી લીધા હતા.બનાવ બાદ ગભરાયેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે અરજી લઈ આગળની તપાસ શરૂ કરી હતી.જોકે સમગ્ર ઘટનાના ને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ અક્ષય લાખીયાને તેમના રૂપિયા પરત હજુ મળ્યાં ન હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!