google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeCrimeપાલેજના મેડિકલ સ્ટોર પરથી ગઠિયો પાકીટ સરકાવી ધોળે દિવસે ચોરીની ધટના બનતા...

પાલેજના મેડિકલ સ્ટોર પરથી ગઠિયો પાકીટ સરકાવી ધોળે દિવસે ચોરીની ધટના બનતા ચકચાર

- ભરુચની ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટનાથી ચકચાર

ભરૂચ,
ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન નજીકની ફેલિસિટા હોટેલ અને પાલેજ ખાતેના મેડિકલ સ્ટોર પરથી એક જેવી જ પધ્ધતિથી ચોરીની ઘટના સર્જાતા બંને ઘટનાના સીસીટીવી વિડિયો સામે આવતા ચકચાર ફેલાવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લામાં ધોળા દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરની હોટલ ફેલિસિટા અને પાલેજના એક મેડિકલ સ્ટોર પરથી દુકાનદાર અને ગ્રાહકોની આંખો સામેથી આસાનીથી ચોરી કરી યુવક ફરાર થઈ જતાં સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે.ઘટના પર વિગતવાર નજર કરીએ તો ભરૂચના પાલેજ ખાતે ભટ્ટ બજારમાં આવેલી પારસ મેડિકલ સ્ટોર પર એક વૃદ્ધ પોતાનું પાકીટ કાઉન્ટર ટેબલ પાસે મૂકીને કામ અર્થે બહાર ગયો હતો તે દરમ્યાન એક ઈસમ પોતાના હાથમાં પેપર લઈ આવીને દુકાનદારને ચકમો આપી પેપર પર્સ ઉપર મૂકી નીચેથી પાકીટ લઈ ફરાર થઈ જવા પામ્યો હતો.ત્યાર બાદ વૃદ્ધ જ્યારે ફરી દુકાનદાર પાસે આવ્યો અને પાકીટ બાબતે પૂછતા પાકીટ જે તે સ્થળે મૂક્યું હતું તે સ્થળે ન દેખાતા વૃદ્ધ અને દુકાનદાર પણ ચોકી જવા પામ્યા હતા.આ સમગ્ર ઘટના બાદ દુકાનદારે પાકીટ અર્થે પોતાના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.જેમાં એક ઈસમ પોતાના હાથમાં પેપર લઈ કાઉન્ટર નજીક મુકેલા પાકીટ નજીક આવી દુકાનદારની વ્યસ્તતા નો લાભ ઉઠાવી પાકીટને સરકાવી જતા જોવા મળ્યો હતો.આ સમગ્ર ઘટનામાં વૃદ્ધિ પાકીટમાં રહેલા ૫,૦૦૦ રૂપિયા રોકડ અને એક મોબાઈલ ગુમાવ્યો હતો.જે બાબતે વૃદ્ધે પાલેજ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!