અંકલેશ્વર,
અંકલેશ્વરના જૂના કાંસીયા ગામ ખાતે ત્રણ દિવસ પૂર્વે ફાર્મમાં શ્વાનના બચ્ચાંનો દીપડાએ શિકાર કર્યો હતો.જેની જાણ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે સ્થળ તપાસ કરી દીપડાના પંજા ના નિશાન મેળવ્યા હતા.તેમજ મારણ સાથે પાંજરા મુકવામાં આવ્યા હતા.જો કે બે-બે દિવસ વીતી જવા છતાં દીપડો પાંજરે પુરાયો નથી.ગત રાત્રીના જૂના કાંસીયા ગામની સીમ માં પુનઃ દીપડો જોવા મળ્યો હતો. રોડની સાઇડમાં શિકાર પર ત્રાટકવાની રાહ જોઈને બેઠેલા દીપડાનો વિડીયો સ્થાનિકોએ બનાવ્યો છે.દીપડાના આંટાફેરાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકો દિવસે પણ ખેતરોમાં કે સીમમાં જતાં ડરી રહ્યા છે.