google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeHealthડાયાબિટીસ અને વજન ઓછું કરવા માટે વપરાતી આ દવાથી થઈ શકે છે...

ડાયાબિટીસ અને વજન ઓછું કરવા માટે વપરાતી આ દવાથી થઈ શકે છે પેટમાં લકવો! સ્ટડીમાં ખુલાસો

આજે દરેક લોકોને શરીરને તંદુરસ્ત રાખવા માંગતા હોય છે. એમાં પણ જો વજન વધી જાય તો અનેક રોગો થવાનો ખતરો રહે છે. વજન ઘટાડવા માટે ખાવા-પીવાની આદતો પર નિયંત્રણ કરવું, જીવનશૈલી બદલવી અને બની શકે તેટલી હળવી કસરતો કરવી જોઈએ. પરંતુ જો તમે વજન ઘટાડવા માટે કોઈ દવાનો સહારો લેતા હોવ તો ચેતી જજો. એક નવા અમેરિકન અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ઝડપી વજન ઘટાડવા માટે લેવામાં આવતી વેગોવી (Wegovy) અને ઓઝેમ્પિક (Ozempic) દવાઓ ગંભીર આડઅસરનું જોખમ બની શકે છે. તેનાથી પેટનો લકવો (Abdominal Paralysis) પણ થઈ શકે છે. પેટના લકવાથી પેટ ખાલી થવામાં ખૂબ જ વાર લાગે છે. પેટનો લકવો અચાનક વજનમાં ઘટાડો, કુપોષણ અને અન્ય મુશ્કેલીઓનું કારણ બની શકે છે, અને તેની સારવાર માટે ઓપરેશન કરવા સુધીની નોબત આવી શકે છે. 

અમેરિકન અભ્યાસમાં થયો મોટો ખુલાસો

અભ્યાસ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, વજન ઘટાડવા માટે જે લોકો વેગોવી અને ઓઝેમ્પિક દવાનો ઉપયોગ કરે છે, જેને GLP-1 એગોનિસ્ટ દવાઓ તરીકે ઓળખાય છે. જે લોકો આ દવાઓ લે છે, તે લોકોને પેટનો લકવો થવાનું જોખમ 30% વધી શકે છે. જે લોકોએ આ દવા લીધી છે, Glucagon-like peptide-1 receptor agonists (GLP-1RAs), જેને GLP-1 એગોનિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ટાઈપ -2 ડાયાબિટીસ અને મોટાપાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનો એક વર્ગ છે.

વોશિંગ્ટનમાં શનિવારે આયોજિત મેડિકલ કોન્ફરન્સ પાચન રોગ સપ્તાહ 2024 (ડાયજેસ્ટિવ ડિસીઝ વીક 2024) માં રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટ ડાયાબિટીસ અને મોટાપા ધરાવતા ત્રણ લાખથી વધુ લોકોના રેકોર્ડના વિશ્લેષણ પર આધારિત છે, જેમાંથી 1.65 લાખને GLP-1 એગોનિસ્ટ સૂચવવામાં આવી હતી. તેમજ આ પેટ ખાલી થવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજીત કરવા તરીકે ઓળખાય છે. 

જો તમે દવાઓ લેતા હોવ તો થઈ જજો સાવધાન 

યુનિવર્સિટી ઓફ કેન્સાસના મેડિસિનના પ્રોફેસર ડૉ. પ્રતિક શર્માએ જણાવ્યું કે, આ દવાની આડ અસરથી પેટનો લકવો થવાની ભયંકર ખતરો છે, પરંતુ GLP-1 દવાઓ અથવા વજન ઘટાડવાની દવાઓનો વધુ પડતો ઉપયોગને ધ્યાનમાં રાખીને તેના વિશે લોકોને ચેતવણી આપવી અત્યંત જરુરી છે. તેમજ ‘આ દવાઓ નવી છે, જોકે તે પોઝિટીવ રીતે અસરકારક થઈ છે, અમે હજુ સુધી તેની લાંબા ગાળાની આડઅસરો પર અભ્યાસ ચાલુ છે. તેથી મને લાગે છે કે જે લોકો આ દવા લઈ રહ્યા છે, તેઓ સત્વરે સાવચેત થઈ જવાની જરુર છે. 

ભારતમાં ગુપ્ત રીતે મળી રહે છે આ દવાઓ 

વેગોવી અને ઓઝેમ્પિક ભારતમાં કાયદેસર રીતે ઉપલબ્ધ નથી. જો કે, રિપોર્ટ પ્રમાણે ઘણા લોકો આ દવાઓ ગ્રે માર્કેટમાંથી વધારે કિંમત આપીને પણ ખરીદે છે. હાલમાં જ નોવો નોર્ડિસ્ક, ડેનિશ કંપનીએ ભારતમાં ટેબ્લેટ રુપે ‘રાયબેલ્સસ’ (Rybelsus)લોન્ચ કરી છે, જેમાં ઓઝેમ્પિકનું મુખ્ય ઘટક સેમાગ્લુટાઇડ (Semaglutide) છે. તે ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે મંજૂર છે, પરંતુ ડોકટરોનું કહેવું છે, કે વજન ઘટાડવા માટે દવાનો ઉપયોગ ‘ઓફ-લેબલ’ પણ થઈ રહ્યો છે.

વેગોવી અને ઓઝેમ્પિકને પણ શરૂઆતમાં ડાયાબિટીસ માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ એક રિપોર્ટ સામે આવ્યો તેમા કહેવામાં આવ્યું હતું કે,  આ દવા એક વર્ષમાં 10-15% વજન ઘટાડવામાં મદદ કરી શકે. તો યુએસ એફડીએ મોટાપાથી પીડાતા લોકોમાં પણ તેનો મર્યાદિત ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં ડ્રગ ગૃપે વિશ્વભરમાં હોબાળો મચાવી દીધો, કારણ કે એલોન મસ્ક અને ઓપ્રાહ વિન્ફ્રે સહિતની કેટલીક મોટી હસ્તીઓએ કહ્યું કે, અમે તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

Wegovi અને Ozempic શું કરે છે તે જાણો

ડૉ. રણધીર સૂદના જણાવ્યા પ્રમાણે વેગોવી અને ઓઝેમ્પિક જેવી દવાઓ પેટની ગતિને ધીમી કરીને તેમની ક્રિયા શરૂ કરે છે. આ રીતે ભૂખ ઓછી કરે છે. અને જ્યારે કોઈ આ દવા લેવાનું શરૂ કરે છે, ત્યારે તેને ઉબકા અને ઉલટીનો અનુભવ થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ આડઅસરો ઓછી પણ જોવા મળી હતી. તેમણે કહ્યું. મને હજુ સુધી પેટના લકવાના કોઈ કેસ મળ્યા નથી, પરંતુ ભારતમાં તેના ઉપયોગના આ શરૂઆતના દિવસો છે.

12 કરોડથી વધુ દર્દીઓના આરોગ્ય સંબંધિત રેકોર્ડનું વિશ્લેષણ કરાયું

યુએસના આ અભ્યાસમાં શર્મા અને તેમના સાથીઓએ ડાયાબિટીસ અને મોટાપા ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને 12 કરોડથી વધુ દર્દીઓના આરોગ્ય સંબંધિત રેકોર્ડનું વિશ્લેષણ કરવા માટે એક વિશાળ ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. તેઓએ જીએલપી-1 દવાઓ લેતા દર્દીઓની સરખામણી નિયંત્રણ જૂથ સાથે કરી હતી. જેમા તેમણે વસ્તી વિષયક અને આરોગ્યના પરિબળો સાથે મેળવ્યા. એક વર્ષ પછી તેમણે રિઝલ્ટ મળ્યું કે, 32% GLP-1 વપરાશકર્તાઓને જઠરાંત્રિય સમસ્યાઓ છે, જેમ કે ઉબકા, GERD અને પેટના લકવોનો અનુભવ થયો હતો.

એટલે કે, જ્યારે GLP-1 વપરાશકર્તાઓ GI- સંબંધિત વધારે પ્રક્રિયાઓમાંથી પસાર થયા હતા, તેમની પાસે ER વિઝિટ અને હોસ્પિટલમાં ભરતી થવાની સંખ્યા ઓછી હતી. એટલે કે, જ્યારે GLP-1 દવાઓ GI ની આડ અસરોમાં વધારો થાય છે, ત્યારે તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ નથી કે જેને કટોકટીની સંભાળ અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.  

કેન્સાસ યુનિવર્સિટીના પ્રોફેસરે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, ‘અમે એમ નથી કહી રહ્યા કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ અમારું સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે, જઠરાંત્રિય આડઅસર, જેમ કે પેટનો લકવો, જે તંદુરસ્ત જીવન ખરાબ કરી શકે છે, એટલે તેના પર વધારે દેખરેખ રાખવાની જરૂર છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!