17મી માર્ચથી હોળાષ્ટકની શરૂઆત થઈ ગઈ છે. હોળીના પ્રથમ 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક 17મી માર્ચથી શરૂ થાય છે અને ફાલ્ગુન પૂર્ણિમા એટલે કે 24મી માર્ચે સમાપ્ત થશે. આ દિવસે હોલિકા દહન થશે અને તેના બીજા દિવસે એટલે કે 25મી માર્ચે રંગોવાળી હોળી એટલે કે, ધૂળેટી રમવામાં આવશે.
હોળાષ્ટકના આ 8 દિવસોને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે હોળાષ્ટક દરમિયાન વાતાવરણમાં નકારાત્મક શક્તિઓ ઘણી વધી જાય છે. ફાલ્ગુની અષ્ટમી તિથિથી પૂર્ણિમા તિથિ સુધી તમામ આઠ ગ્રહો પોતાના ઉગ્ર ભાવમાં રહે છે.
હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું કારણ કે આ કાર્યો પર આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર પડે છે. ચાલો જાણીએ કે આજથી આગામી 8 દિવસ સુધી તમારે કયા કામો ન કરવા જોઈએ…
હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ
- જો તમે વાહન અથવા સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓ ખરીદવા માંગતા હોય તો હાલ પૂરતી આ ખરીદી કરવાનું ટાળવું. હોળાષ્ટકનો સમય આ વસ્તુઓની ખરીદી માટે સારો માનવામાં નથી આવતો. આ સમયે તમારે કોઈપણ પ્રકારના રોકાણથી બચવું જોઈએ. હોળાષ્ટાક દરમિયાન લાંબા અંતરની મુસાફરી ન કરવી જોઈએ.
- હોળાષ્ટાકમાં કોઈપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. આ સમય ભૂમિપૂજન, સગાઈ, બેબી શાવર, લગ્ન, ગૃહ પ્રવેશ, 16 સંસ્કાર, યજ્ઞ, હવન વગેરે જેવા શુભ કાર્યો માટે સારો માનવામાં નથી આવતો. હોળાષ્ટક દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદવા કે વેચવાનું ટાળવું જોઈએ.
- ગૃહ પ્રવેશ અને મકાન બાંધકામ શરૂ કરવા માટે હોળાષ્ટાકનો સમય શુભ માનવામાં નથી આવતો. હોળાષ્ટક દરમિયાન કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ. આ સમયે શરૂ થયેલ ધંધામાં ભારે નુકસાન વેઠવું પડે છે.
- હોળાષ્ટક દરમિયાન ન તો કોઈ નવું કામ શરૂ કરવું જોઈએ અને ન તો ક્યાંય નવી નોકરી શરૂ કરવું જોઈએ. તેનાથી પ્રોફેશનલ લાઈફમાં તણાવ વધે છે.
- હોળાષ્ટક દરમિયાન લગ્ન કરવા અથવા લગ્નની તારીખ નક્કી કરવી પણ વર્જિત માનવામાં આવે છે. તેનાથી કપલના જીવન પર અશુભ અસર પડે છે. આ સિવાય હોળાષ્ટક દરમિયાન નામકરણ અને મુંડન સંસ્કાર કરાવવું પણ અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટકમાં નામકરણ કરવાથી બાળક પર વિપરીત અસર થઈ શકે છે.