google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હજારો ભક્તોએ...

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હજારો ભક્તોએ રથ ખેંચી દર્શન કર્યા 

- ભરૂચ જીલ્લામાં ૫ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી : ભરૂચમાં ૩ અને અંકલેશ્વરમાં ૨ સ્થળોએથી નીકળી યાત્રા

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં અનેક તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે.અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથને નગરચર્યાએ નીકળવાનો દિવસ અને આ દિવસે માત્ર ગુજરાત માં જ નહિ પરંતુ ભરૂચ જીલ્લામાં ૫ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળતા હજારો ભક્તોએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી વિવિધ રથ રૂટ ઉપરથી પસાર થતા ભકતોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશિપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે સતત ૨૨ માં વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવે છે.આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે ૧૧ કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,રામકુંડ મંદિરના મહંત પ્રિયાન્શુ મહારાજ,ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન-અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.ભાઈ બલરામ,બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા.રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા,જયોતિ ટોકિઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોચશે.રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જયારે બીજી રથયાત્રા ભરૂચ શહેરના આશ્રય નજીકથી ઓડિસાના ઉડિયા સમાજ દ્વારા બપોરના સમયે એક જ રથમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી ભક્તો દ્વારા રથને ખેંચવામાં આવ્યો હતો.જે રથ ભગવાન જગન્નાથના મંદિરેથી નીકળી ગુજરાત ગેસ રોડ થઈ નંદેલાવ,મઢુલી ચોકડી થઈ શ્રવણ ચોકડીથી પસાર થઈ શક્તિનાથ પહોંચ્યો હતો.રથયાત્રા દરમ્યાન ભક્તો દ્વારા જય જગન્નાથ ના જયઘોષ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ભગવાન જગન્નાથ નગરચર્યા કરી પરત મંદિરે આવતા મહાઆરતી કરી સમાપન કર્યું હતું અને ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

તો ત્રીજી રથયાત્રા ભરૂચ શહેરના શીતલ સર્કલથી ઈસ્કોન સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી.જેમાં એકજ રથમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા.જેમાં ગજરાજ સાથે લોકોને આકર્ષિત કરી શકે તે પ્રકારે રથયાત્રાનો પ્રારંભ થયો હતો.સાથે રથયાત્રામાં બાળકો સહિત વૃદ્ધોએ અનેક વેશો ધારણ કરી જોડાયા હતા.જે રથયાત્રા ભરૂચના શીતલ સર્કલથી નીકળી કસક,મક્તમપુર થઈ ઝાડેશ્વરની કેજીએમ સ્કૂલના પટાંગણમાં પહોંચી હતી,જ્યાં રથયાત્રાના સમાપન બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતા ભક્તોએ લાભ લીધો હતો.

ચોથી રથયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ભગવાન જગન્નાથ ની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા તથા રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉદ્યોગપતિઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા.

પાંચમી રથયાત્રા ભરૂચમાં ૨૫૦ વર્ષથી ભોઈ પંચ દ્વારા પરંપરા મુજબ કાઢવામાં આવી હતી જેમાં ૩ રથ શણગારવામાં આવ્યા હતા.જેમાં એક રથમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામને બિરાજમાન કરી રાજકીય નેતાઓથી માંડી ભોઈ પંચ સમિતિના આગેવાનો સહીત નગરજનો ત્રણેય રથોને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવી વિવિધ રૂટ ઉપરથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને મોડી રાત્રીએ ભોઈ પંચની વાડી ખાતે સમાપન કરાયું હતું.

આમ ભરૂચ જીલ્લામાં પ સ્થળોએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.જેમાં અંકલેશ્વરમાં ૨ સ્થળોએ અને ભરૂચમાં ૩ સ્થળોએ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!