google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચના પાલેજ પંથક માંથી માતા સહિત ત્રણ દીકરીઓ ત્રણ મહિનાથી ગુમ થતા...

ભરૂચના પાલેજ પંથક માંથી માતા સહિત ત્રણ દીકરીઓ ત્રણ મહિનાથી ગુમ થતા પરિવાર શોધવા માટે ભટકવા મજબુર

- પાલેજ પોલીસ મથકમાં ફરિયાદને ૯૦ દિવસ વિત્યા બાદ હજુ પણ કોઈ અત્તો પત્તો નહિ

ભરૂચ,
ભરૂચ જીલ્લાના પાલેજ પંથકમાં પરિવાર સાથે રહેતી ફરિયાદીની પત્ની પતિ નોકરીએ જતા ઘરે પરત ફરતા પત્ની અને ત્રણ દીકરીઓ ગુમ હોય અને ત્રણ મહિના પહેલા પાલેજ ચોકડી નજીક રિક્ષામાં બેઠા હોવાનો સીસીટીવી સામે આવ્યા બાદ ૯૦ દિવસથી પત્ની અને દીકરીઓની કોઈ અત્તોપત્તો ન લાગતા આખરે પરિવાર ભરૂચ પોલીસ અધિક્ષકના શરણે આવી ન્યાયની આશા સેવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પોલીસ મથકમાં ત્રણ મહિના પહેલા જાણવા જોગ મુસ્તાક ભાઈ ચૌહાણે ફરિયાદ આપી હતી જેમાં 24-01-2024 ના રોજ ફરિયાદી રાબેતા મુજબ પાંચ વાગ્યે ઉઠી પત્નીને ટિફિન બનાવવાનું કહેલ જોકે પત્નીએ ટિફિન બનાવી આપેલ નહિ અને પતિ ટિફિન લીધા વગર નીકળી ગયેલ અને ફરિયાદી પતિ ઘરે પરત ફરતા પત્નીનો મોબાઈલ ઘરે હોય અને પત્ની અને ત્રણ દીકરીઓ ગુમ હોય જેથી પતિએ તેના પિયર માં જાણ કરી શોધખોળ કરતા પત્ની અને દીકરીઓ પાલેજ ચોકડી નજીક રિક્ષામાં બેસી જતા હોય તેવો સીસીટીવીમાં દેખાય હોય તેવી ફલિત થયું હોય અને ત્યાર થી આજે ત્રણ મહિના ઉપરાંત થવા છતાં પત્ની અને દીકરીઓનો કોઈ અત્તો પત્તો ન લાગતા આખરે પરિવારજનોએ ભરૂચ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા આવ્યા હતા.
ગુમ થયેલી બહેન અને ત્રણ ભાણકીઓને શોધી આપવાની આશાઓ સાથે સમગ્ર પરિવાર આજે ઠેર ઠેર શોધવા માટે ભટકી રહ્યો છે અને શોધવામાં જ અત્યાર સુધીમાં પચાસ હજાર ઉપરાંતનો ખર્ચ કરી નાંખ્યો હોવાનો પરિવારજનો કહી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!