ભરૂચ,
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના છેવાડાના લોકો સુધી વિવિધ યોજનાઓઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તથા પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તેમજ આવી તમામ યોજનાઓની જાગૃત્તિ ફેલાવવા અર્થે ભરૂચ શહેરમાં તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
વિગતવાર કાર્યક્રમ જોઈએ તો તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે ૨:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, શક્તિનાથ ખાતે વોર્ડ નં ૩,૪ અને ૮નો સમાવેશ થાય છે.તા.૨૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ કલાકે લીમડી ચોક, નવીવસાહત સ્કૂલ ખાતે વોર્ડ નં ૧,૨ અને ૯ નો સમાવેશ થાય છે. તા.૨૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે ૨:૩૦ કલાકે રાણાપંચની વાડી,દાંડિયા બજાર ખાતે વોર્ડ નં ૭, ૧૦ અને ૧૧ નો સમાવેશ થાય છે.આ ઉપરાંત તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સવારે ૯:૩૦ કલાકે સિધ્ધિ વિનાયક મંદિર, મકતમપુર ખાતે વોર્ડ નં ૫ અને ૬નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહેનાર છે.તથા અતિથિ વિશેષ જીલ્લા કલેકટર તુષાર સુમેરા,સુરત ઝોનના નગરપાલીકાઓના પ્રાદેશિક કમિનર ડી ડી કાપડિયા તથા ભરૂચ નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીગણ ઉપસ્થિત રહેનાર છે.