(ભાવેશ પંડયા,ભાલોદ)
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે સરકારી દવાખાના નજીક વીજપોલના અર્થીંગ વાયરમાં કરંટ લાગતા ત્રણ બકરાના મોત થતાં પશુપાલકને આર્થિક નુકશાન થવા પામ્યું હતું.
રાજપારડી પોલીસ માંથી મળતી માહીતી મુજબ ચંપાબેન ગતરોજ બપોરના સમયે બકરાઓ તેમજ ઘેટાઓ લઈને રૂંઢ ગામની સીમમાં ચરાવવા ગયેલ હતા અને બકરાઓ ચરાવીને ઘરે આવવા સારુ નિકળેલી હતા તે સમયે ૪ વાગ્યાના અરસામાં રૂઠં ગામના સરકારી દવાખાના પાસે આવતા દવાખાનાના ગેટની આગળના ભાગે બકારાઓ ગયા હતા.ત્યાં ઈલેક્ટ્રિક થાંભલા પાસેના અર્થીંગ વાયરમાં બકરીઓને કરંટ લાગતા મોત થયું હતું.પશુપાલકના દીકરા સાવનભાઈએ જી.ઈ.બી ના કર્મચારીને જાણ કરતા જી.ઈ.બીના કર્મચારી બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને તેઓએ તપાસ કરતા તેઓએ જણાવેલ કે વરસાદ તેમજ પવનના કારણે એલ.ટી લાઈનનો ફેઝ વાયર જી.આઈ ના વાયર સાથે ટચ થતા કરંટ થાંભલાના આર્થીંગ વાયર ઉપર ઉતરેલ છે.જેથી સદર ઈલેક્ટ્રીક થાંભલાના અથિંગ તાર ઉપર કરંટ ઉતરવાના કારણે ત્રણેવ પશુઓ મરીજતા પશુપાલકને ૨૧,૦૦૦ રુપિયાનુ નુકશાન થયું જે બાબત રાજપારડી પોલીસ મથકે ચંપા બેન દેવીપૂજક જાહેરાત લખાવી હતી.