ભરૂચ,
સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આજના યુવાનો શું લખી રહ્યા છે,શું પોસ્ટ કરી રહ્યા છે.તેનું ભાન રહેતું નથી જેના પગલે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ઉપર હિન્દૂ ધર્મના આરાધ્ય,દેવી દેવતાઓના નામે બિભસ્ત અને અભદ્ર શબ્દો લખનાર ત્રણ વિધર્મીઓ સામે ઈન્સ્ટા આઈડીના આધારે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ બાબતે ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ગૃપમાં કેટલાક અન્ય ધર્મના લોકો હિન્દૂ ધર્મના આરાધ્ય દેવી દેવતાના નામ સાથે ઓડિયો વોઈસ તથા મેસેજથી જાહેરમાં હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોય જેથી પોલીસે આ પ્રકરણમાં તાત્કાલિક ગુનો દાખલ કરી ઈન્સ્ટાગ્રામ ઉપર હિન્દૂ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી અપશબ્દો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસ કરતા આરોપી મોહમ્મદ વાહીદ સાજીદ હુશેન,મોહમ્મદ હશન સોહેલબાબા શેખ અને મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખના ઈન્સ્ટા આઈડી ઉપરથી હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય કરતા મેસેજ મળી આવતા ત્રણેય ની ઘરપકડ કરી કડક પૂછપરછ કરતા તેઓએ ગુનો કબુલતા તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી આવું કૃત્ય કરવા કોઈએ પ્રેરિત કર્યા છે કે કેમ? સહિત સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મળેવવાની કવાયત હાથધરી છે.
ભરૂચમાં ઈન્સ્ટાગ્રામ ગૃપમાં હિન્દૂ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર ત્રણ વિધર્મીઓની અટકાયત
- સોશ્યલ મીડિયાનો સદ્દઉપયોગ કરવાના બદલે દુરુપયોગ કરનાર ત્રણ વિધર્મીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવી જેલ હવાલે કર્યા