google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચના પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું : શુકલતીર્થ રોડ પર વૃક્ષ...

ભરૂચના પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું : શુકલતીર્થ રોડ પર વૃક્ષ ધસી પડતાં ફોર વ્હીલર અને રીક્ષા દબાતા ૩ના મોત

- ઘટનામાં રીક્ષામાં સવાર મહિલાનું ઝાડ નીચે દબાઈ જતા ઘટના સ્થળે મોત જયારે બે યુવાનોનાં હોસ્પિટલમાં પહોંચ્તા જ રસ્તામાં દમ તોડયો - ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના ૮ કિ.મીના જાહેર માર્ગ ઉપર સંખ્યાબંધ વૃક્ષો પરંતુ કોવાયેલા વૃક્ષોનું નીરીક્ષણ કોણ કરશે? જાગો તંત્ર જાગો

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં હજુ ચોમાસાની સીઝનનો પ્રારંભ થયો નથી અને પ્રથમ વરસાદના પ્રારંભે ભરૂચ શહેરી વિસ્તારમાં વાતાવરણ કોરું અને કટ રહ્યું પરંતુ પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા પવન સાથે વરસાદ વરસતા ઘટાદાર વૃક્ષ ધસી પડતા બે વાહનો દબાઈ જતાં એક મહિલા અને બે યુવાનના મોત થયા હતા જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે સમગ્ર માર્ગનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. 

ભરૂચમાં ધોધમાર વરસાદ પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે કે ઝાડેશ્વર ચોકડીથી ઝનોર તરફ પવન સાથે વરસયો હતો અને ધોધમાર વરસાદ સાથે પવન ફુકાતા શુકલર્તીથ ગામ નજીક જાહેર માર્ગ ઉપરનું એક વૃક્ષ ધસી પડતા માર્ગ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ બીબી ૪૩૦૮ તથા રીક્ષા દબાઈ જતા કારમાં સવાર તથા રીક્ષામાં સવાર લોકો વૃક્ષની નીચે દબાઈ ગયા હતા.જે અંગેની જાણ સ્થાનીક રહીશો અને ભરૂચના સામાજીક અગ્રણીને થતાં તેઓ વૃક્ષ કાપના સાધન સાથે પહોંચી ગયા હતા અને વૃક્ષ કાપી કાર અને રીક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવાની કવાયત કરતા સારવાર અર્થે ખસેડેલા અંકલેશ્વરનાં જડકુંડના બે યુવાન હિતેશ હસમુખ પટેલ અને હાર્દિક બાલુ પટેલને ફરજ પરના તબીબીએ મરણ જાહેર કરેલા હતા.જયારે રીક્ષામાં સવાર દક્ષાબેન ઠાકોરભાઈ વસાવાનું શુકલર્તીથ ભરૂચ રામવાટીકા ખાતે તેમના ઘરે આવતા હતા જેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આમ મૃત્યુ અંક ૩ રહયો હતો જયારે ઈજાગ્રસ્ત પાંચ લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

બનાવના પગલે સમગ્ર માર્ગ ઉપર વૃક્ષ ધસી પડતા વાહનોની પણ લાબી કતાર લાગી ગઈ હતી અને સમગ્ર આજુબાજુના ગામના લોકો સહિત સ્થાનિકોએ રોડ ઉપર ધસી પડેલા વૃક્ષને રોડ ઉપર હટાવવાના પ્રયાસો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત કરી હતી. 

– ઘટનામાં મોતને ભેટેલાઓની નામની યાદી

(૧) દક્ષાબેન ઠાકોરભાઈ વસાવા રહે.રામવાટીકા, ભરૂચ

(ર) હિતેશ હસમુખ પટેલ રહે.જુનાબોરભાઠા, અંકલેશ્વર

(૩) હાર્દિક બાલુ પટેલ રહે.જુનાબોરભાઠા, અંકલેશ્વર

– જુવાન જોધ એકના એક બે યુવાનના મોતથી પરિવારોનું હૈયા ફાટક રુદનથી ગમગીની

કહેવાય છે કે જેની ગોદળી જાય તેને તાઢવાઈ આવી જ પંક્તિ અહીંયા સાર્થક થાય છે જુવાન જોધ એકના એક બે પરિવારોમાં દિકરાના મોતથી પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.જેના પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ઉપર હૈયા ફાટક રુંદનથી ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.

– ક્રિકેટ રમી પરત ફરી રહેલા બે યુવાનના ઝાડ પડી જવાના કારણે મોત થતાં દુષ્યંત પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા

ક્રિકેટ રમી ફોર વ્હીલર ગાડી મારફતે ભરૂચ તરફ આવી રહેલા કાર ઉપર વૃક્ષ ધસી પડતા કારમાં સવાર જુવાનજોધ બે યુવાનોના મોત થયા હતા.જેની જાણ ક્રિકેટ એસોસીએશના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતકના પરિવારજનોને શાતવના પાઠવી હતી અને મૃતક યુવાનોના પી.એમ.સહિતની કામગીરીમાં પણ મદદરૂપ થયા હતા.

– તવરા નજીક બે ડમ્પરો સામ સામે અથડાતા અકસ્માત સજાર્યો

વરસાદ સાથે પવન ફુકાતા પૂર્વ પટ્ટી વિસ્તારમાં તવરા નજીક પણ વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં માટી ખનન કરી રહેલા બે ડમ્પરો તવરા રોડ ઉપર સામ સામે અથડાયા હતા જેમાં એક ડમ્પર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું.જયારે એક ડમ્પરના આગળનું કચુમ્બર થયું હતું બન્ને ડમ્પરમાં સવાર ચાલક, કલીનરોને ઈજા થતાં સારવાર માટે ભરૂચની વેલ્ફેર હોસ્પિટલ પર ખસેડયા હોવાની માહિતી સપાટી પર આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!