સલમાનના ફેન આ મુવીને લઇને ઘણાં એક્સાઇટેડ છે. જાે કે હવે આ ફિલ્મને લઇને મોટી અપડેટ સામે આવી છે.ફિલ્મના રિલીઝને ડેટને હવે થોડા દિવસો બાખી છે ત્યારે ટાઇગર ૩ નો એક નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમો તમે એક વાર જાેશો તો વારંવાર જાેવાની ઇચ્છા થશે.
આ પ્રોમોમાં સલમાનનો લુક ખરેખર જાેવા જેવો છે. આ પ્રોમો જાેઇને તમને પણ એડવાન્સ બુકિંગ કરાવવાનું મન થઇ જશે. ઉલ્લેખનીય છે કે ટિઝર, ટ્રેલર અને પહેલું ગીત લેકે પ્રભુ કા નામ પછી, વાઇઆરએફે આજે ટાઇગર ૩ના ૫૦ સેકેન્ડના ટાઇગર ઇઝ બેક વિડીયો એસેટની સાથે દર્શકોને ચોંકાવી દીધા છે. આ સલમાન ઉર્ફે ટાઇગરના એક વન મેન આર્મીના રૂપમાં પ્રસ્તુત કરે છે જે એક ખલનાયક વિરુદ્ધ ભારતની રક્ષા કરે છે. ખલનાયક કહે છે કે એને કોઇ પણ કિંમતમાં નષ્ટ કરવા ઇચ્છુ છું. આ જવાબમાં સલમાન ખાનનો દમદાર એક્શન અવતાર જાેવા મળે છે.અંતમાં સલમાન ખાન એક ઘાંસૂ ડાયલોગ બોલે છે.. ‘જબ તક ટાઇગર મરા નહીં તબ તક ટાઇગર હારા નહીં. આ એક્શન પ્રોમોમાં સલમાન ખાનને ફિલ્મમાં દુષ્ટ માસ્ટરમાઇન્ડ અને સુપર એજેન્ટ ટાઇગરના દુશ્મન ઇમરાન હાશ્મી દ્રારા ધમકી આપવામાં આવી રહી છે. આ સમયે ઘોષણા કરે છે કે હાલમાં ભારતને ઇજા પહોંચાડશે અને ભારતીયો શિકાર કરશે. ઉલ્લેખનીય છે કે સલમાનની ફિલ્મ ટાઇગર ૩ એડવાન્સ બુકિંગ ૫ નવેમ્બરના રોજ શરૂ થઇ જશે.એવામાં ફેન્સ સૌથી પહેલાં ટિકિટ બુક કરાવીને જાેવાનું આનંદ લઇ શકે છે. આ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ૧૨ નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને એક લાંબો વિકેન્ડ મળે છે જાે સીધો મતલબ એ થાય છે ફિલ્મ ધમાકેદાર રીતે કમાણી કરી શકશે. ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે.
ફિલ્મ ટાઈગર-૩ ના પ્રોમોમાં સલમાનનો દમદાર લૂક
કેટરીના કૈફ ફિલ્મની હિરોઇન છે અને ઇમરાન હાશ્મી ફિલ્મમાં મુખ્ય વિલેનની ભૂમિકામાં જાેવા મળશે
RELATED ARTICLES