google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 8, 2024
HomeGujaratજંબુસર આંગણવાડી બહેનો માટે ટીએલએમ ટ્રેનીંગ બીઆરસી ભવન ખાતે યોજાઈ

જંબુસર આંગણવાડી બહેનો માટે ટીએલએમ ટ્રેનીંગ બીઆરસી ભવન ખાતે યોજાઈ

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા સારોદ કાવી સેજાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ટીએલએમ ટ્રેનિંગ બીઆરસી ભવન ખાતે યોજાઈ હતી.

ગુજરાત સરકાર શિક્ષણમાં સુધારો અને વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને નાના બાળકોના પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા શાળા પૂર્વનુ શિક્ષણ જેમાં સુધારો થશે.બાળકોને મૌખિક ભણાવા કરતા ચિત્ર,પઝલ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે તો બાળકોના જ્ઞાનમાં વધારો અને સુધારો થાય છે.તે માટે આંગણવાડી બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.જે અંતર્ગત જંબુસર આઈસીડીએસ દ્વારા જંબુસર શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે ખાસ ટીએલએમ તાલીમનું આયોજન બીઆરસી ભવન જંબુસર ખાતે રાખવામાં આવ્યું હતું.જેમાં ટ્રેનર એમએસ અલ્પાબેન વણકર, પીએસઈ અંકિતભાઈ પરમાર દ્વારા પાંચ દિવસ અલગ અલગ સેજાની કાર્યકર બહેનોને સુંદર તાલીમ આપવામાં આવી હતી.

સદર ટ્રેનિંગમાં આઈસીડીએસ સ્ટાફ અલ્પાબેન રાજ, અમીલાબેન વસાવા,કિન્નરીબેન સોલંકી સહિત હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!