google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujarat2023 ને બાયબાય કરવા અને 2024 ને આવકારવા માટે આખું એકતાનગરને દુલ્હનની...

2023 ને બાયબાય કરવા અને 2024 ને આવકારવા માટે આખું એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું

- રાત્રીનો અદ્ભૂત નજારો : તમામ ટેન્ટસિટી, હોટલો ફૂલ બુકીંગ થઈ ગયા - એકતાનગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન દેશ-વિદેશથી પોણા બે કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા છે - ૩૧ ડિસેમ્બરે હજારો પ્રવાસીઓનો ભારે ઘસારો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

૩૧ ડીસેમ્બરની ઉજવણી એટલે કે વીતેલા વર્ષને ભૂલી નવા વર્ષને આવકારવાનો દિવસ.કામકાજ માંથી મુક્ત બનીને લોકો આ દિવસને મન ભરીને માણવા  માંગે છે અને તેને માટેજ મોટા મોટી હોટેલો ફાર્મ હાઉસ કે  ડિસ્કો ક્લુબ માં જવાનો આગ્રહ લોકો રાખે છે,પરંતુ આ બધુ જ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મળતા ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશ ના લોકો હવે એકતાનગર માં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પસંદ કરી રહ્યા છે જેને લઈ આજે તમામ ટેન્ટસિટી, હોટલો ફૂલ બુકીંગ થઈ ગયા છે અને આ એકતાનગર માં આવતા પ્રવાસીઓને નવા વર્ષ ની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જોકે આ 2023 નું વર્ષ સૌમાટે સારું ગયું છે કારણકે 2018 માં પ્રધાનમંત્રી એ ખુલ્લું મુકેલો sou અત્યાર સુધી માં 2 કરોડ પ્રવાસીઓ આવી ચુક્યા છે.ચાલુ વર્ષે  સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પ્રવાસીઓનો આંકડો રેકોર્ડબ્રેક સામે આવ્યો છે.કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશથી પોણા 2 કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા છે,ત્યારે વર્ષેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખને પાર પ્રવાસીઓ આનંદ માણીને રેકોર્ડબ્રેક સ્થાપિત કર્યો છે.હજુ પણ આજે અને ૩૧ ડિસેમ્બરના રોજ હજારો પ્રવાસીઓનો ભારે ઘસારો છે.આ ઉપરાંત માત્ર એક અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે એક વિક્રમ જનક રેકોર્ડ બન્યો છે,

માત્ર એક અઠવાડિયામાં 4 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે એક વિક્રમ જનક રેકોર્ડ બન્યો છે.ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સત્તામંડળ પણ આવતા પ્રવાસીઓ માટે અવનવા પ્રોજેક્ટો બનાવી રહ્યા છે હાલ 2023 ને બાયબાય કરવા અને 2024 ને આવકારવા માટે આખું એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે આજે એકતાનગરમાં પ્રવેશતા તમામ પર પ્રવાસીઓ ને ફોરેન માં આવ્યા હોઈ એવા અહેસાસ થઈ રહ્યો છે અને આખું એકતાનગરને લાઈટિંગ થી સજાવવામાં આવ્યું છે ગુજરાતીઓ એટલે હરવા ફરવાના અને સ્વાદ શોખીન પ્રજા અને તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં હોય એટલે કોણ જોવા ન જાય કે ન આવે !. ત્યારે કેવડિયાએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં સૌથી ચમકતા તારા સમાન છે.દર વર્ષે કોઈપણ તહેવાર હોય સૌથી વધુ લોકો કેવડિયામાં જ ફરવા જતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!