આબુ,
વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ ના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે પાંચ દિવસીય વાર્ષિક સંગઠન મહામંથન શિબિર યોજાઈ હતી.જેમાં વિશ્વના ૧૪૦ દેશોનું પ્રતિનિધિત્વ કરતા સંસ્થાના પદાધિકારીઓએ ભાગ લીધો.તેઓએ માનવ સમાજના સર્વાગી વિકાસ સાથે માનવીય મૂલ્યોની ભારતની ઓળખને કાયમ રાખવા સનાતન ધર્મને જીવનમાં અપનાવવા તથા દેશની સંસ્કૃતિને વૈશ્વિક રૂપ આપવા સંગઠિત મનોમંથન કર્યું.
બ્રહ્માકુમારીઝ મીડિયા વિગના ડૉ રાજેશ ભોજક ના જણાવ્યાનુસાર મહિલા શક્તિ સંચાલિત વિશ્વની સૌથી મોટી આધ્યાત્મ સંસ્થાએ ગત વર્ષ વિવિધ માનવ જીવનના સકારાત્મક પરિવર્તન મન સશક્તિકરણ દ્વારા પરસ્પર સ્નેહ સદભાવ અને સનાતન ધર્મને કાયમ રાખવા ૫૦ હજારથી વધુ કાર્યક્રમમાં કરેલ .જેમાં કરોડો લોકોએ ભાગ લીધેલ .આ વર્ષ પણ દાદી રતન મોહિનીજીની અધ્યતામાં યોજાયેલ મિટિંગમાં સમાજના દરેક વર્ગને સ્પર્શતા જીવનને ઉત્થાન તરફ લઈ જતા ૫૧૦૦૦ થી વધુ કાર્યક્રમો ૧ એપ્રિલ ૨૦૨૪ થી ૧ એપ્રિલ ૨૦૨૫ સુધી યોજવાનો નિર્ણય લેવાયો. તેની વિસ્તૃત ચર્ચા કરી આખરી ઓપ અપાયો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ યુવા શક્તિ મહિલા સમાજ, બાળ ચરિત્ર ,ગરીબ લોકોની સેવા તથા સમાજના વિવિધ વર્ગના અધ્યાત્મિક સશક્તિકરણ માટે દરેક જિલ્લા અને તાલુકા ગામડાઓમાં જીવન ધોરણને ઊંચું લાવવા સાથે મનોબળની વૃદ્ધિ શાંત સશક્ત શક્તિ સંપન્ન વ્યક્તિત્વની પ્રેરણા યોગા શિબિર જ્ઞાન પ્રદર્શન પ્રવચનો નું પણ આયોજન થઈ રહ્યું છે.વ્યસન મુક્ત સકારાત્મક જીવનને મજબૂત કરવામાં આવે અને સનાતન ધર્મ સંસ્કૃતી નો વિશ્વ માં અદ્ભુત પ્રસાર થાય તેવું આયોજન વર્ષ 22/25 દરમ્યાન કરવામાં આવશે.
સમાજમાં માનવીય મૂલ્યોની સ્થાપના અને સનાતન ધર્મના કાર્યને વેગવાન બનાવવા બ્રહ્માકુમારીઝ દ્વારા દેશ-વિદેશમાં ૫૧ હજાર વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું અયોજન
- આબુ ખાતે વાર્ષિક મિટિંગમાં ૧૪૦ દેશોના પદાઅધિકારીઓનું મંથન સાથે નિર્ણય - ભારતીય રાજયોગા સંસ્કૃતિ ,અધ્યાત્મ વારસાને વિશ્વવ્યાપી કરવા વિશેષ યોજના બનાવી