ભરૂચ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ ૭ માર્ચના રોજ બપોરે દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ઓલ્ડ એન.એચ-૮ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસી તથા નગરપાલિકાના અંદાજીત ૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પોના વિકાસકાર્યોની ભેટ મળશે.
મુખ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂા.૧૨૯.૮૬૫ કરોડના ૮ જેટલા પ્રકલ્પોનંપ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે.જેમાં રૂ.૧૨૮.૫૬ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત જ્યારે રૂ.૧.૩૦૫ કરોડના ૨ કામોનું લોકાપર્ણ કરીને જનસમર્પિત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાને વિકાસકાર્યોની ભેટ મળશે.જેમાં માર્ગ અને મકાન વિભાગનાં રૂા.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પો પૈકી કુલ રૂા.૩૮.૫૯ કરોડના ૪ પ્રકલ્પોનું ભૂમીપૂજન તથા રૂ.૧૪.૬૩ કરોડના ૨ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૮.૭ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે.ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ. ૭.૬૯ કરોડના ૨ પ્રકલ્પો પૈકી રૂ. ૩.૧૯ કરોડના ૧ પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા રૂ.૪.૫૦ કરોડના ૧ પ્રકલ્પનું લોકાર્પણ થનારું છે.
આ ઉપરાંત શિક્ષણ વિભાગના કુલ રૂા.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગનાં કુલ રૂા.૦.૬૨૦ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીનાં કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થનાર છે.
આ કાર્યક્રમમાં જીલ્લાના સાંસદ મનસુખ વસાવા તથા જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.તદ્ઉપરાંત અતિથિ વિશેષમાં જીલ્લાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા,રમેશ મિસ્ત્રી,ડી કે સ્વામી,રીતેષ વસાવા, જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહેશે.