(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની નેત્રંગ જાહેર સભા ટાણે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.આપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતા મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટંટ હોવાનું જણાવ્યું.
આવતી કાલે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માન બંને નેત્રંગ ખાતે રેલી અને જનસભાને સંબોધન કરશે.પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પોગ્રામ ડેડીયાપાડા ના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે જે બાબતે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા આ બન્ને મુખ્યમંત્રી ઓ આવી રહ્યા છે જે એક રાજકીય સ્ટંટ છે ની વાત કરી રહ્યા છે અને આપ ની પાર્ટી ને ગુજરાત માં મજબૂત કરવા નો એક પ્રયાસ છે એમને ચૈતર વસાવાની કાંઈ પડી નથી પરંતુ ગુજરાત ની પ્રજા સમજે છે,આજે દિલ્હીમાં એમનાજ મંત્રીઓ જ્યારે જેલમાં હોઈ ત્યારે એમને છોડાવવામાં નિસ્ફળ રહ્યા છે ત્યારે અહીં આવી આ બન્ને મુખ્યમંત્રી શુ સાબિત કરવા માગે છે?ભરૂચ એ મારો મતવિસ્તાર છે અને ભરૂચ ની પ્રજા સમજે છે લોકો ને ખોટા પ્રલોભન આપવા આવી રહ્યા છે આજે આગામી લોકસભા ની ચૂંટણી ને ધ્યાને રાખી ગુજરાત માં કાંઈ કાઠું કાઢીએ એ ઉદ્દેશ સાથે ગુજરાતના નેત્રંગ મુકામે આવી રહ્યા છે અને આવા ખોટા શક્તિપ્રદર્શન કરવાથી એમને કાંઈ મળવાનું નથી અને જેલમાં રહેલા કોઈ છૂટવાના નથી, આતો એક ચૂંટણી સ્ટંટ છે અને લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે પણ આ ગુજરાત ની પ્રજા છે એ બધું સાંજે છે.