google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratનર્મદા ડેમને 64 વર્ષ પુરા થતા પ્રવાસીઓએ હૅપ્પી બર્થ ડે કહી જન્મદિવસ...

નર્મદા ડેમને 64 વર્ષ પુરા થતા પ્રવાસીઓએ હૅપ્પી બર્થ ડે કહી જન્મદિવસ ઉજવ્યો : 5 મી એપ્રિલ 1960ના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું

- સ્થાપના દીવસે ડેમ પર પ્રવાસીઓ ડેમ નિહાળવા ઉમટ્યા - લાખો પ્રવાસીઓનું આકર્ષણ નું કેન્દ્ર નર્મદા ડેમનું મહત્વ આજે પણ જરા પણ ઘટ્યું નથી - વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભુપેન્દ્ર પટેલ સુધીના 17 મુખ્યમંત્રીઓઆ નર્મદા ડેમના તાજના સાક્ષી બન્યા - ડેમ ના 30 દરવાજા લાગ્યા પછી ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યા બાદ ત્રણ વખત ડેમ ઓવર ફ્લો થયો હતો

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે જન્મ દિવસ છે.નર્મદા ડેમે આજે 64 વર્ષ પુરા કર્યા છે અને 65 મા વર્ષમા પ્રવેશ કર્યો છે.દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.આજે નર્મદા ડેમ ખાતે મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટ્યા હતા અને નર્મદા ડેમ 64 વર્ષ પુરા થતા પ્રવાસીઓને ડેમ હૅપ્પી બર્થડે કહી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.અનેક વિશિષ્ટતાઓથી ભરેલો  નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોંક્રીટ ગ્રેવીટી ડેમ ગણાય છે.નર્મદા ડેમ ઉચાઈની દ્રષ્ટીએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે.૪૦ હજાર કયુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિ.મીની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે.

એક જમાનામા ગુજરાત મા દુષ્કાળના ડાકલા વાગતા હતા.ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવા 64વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનુ ખાત મુહર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત નહેરુ એ ખાત મુહર્ત કર્યુ હતું.જે આજે નર્મદા ડેમ 64 વર્ષનો થઈ ગયો છે.

5 એપ્રિલ 1960 ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ડેમના પાયાનો ખાતમુહુર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 64 વર્ષમાં ગુજરાતના 17 જેટલાં મુખ્ય મંત્રીઓના કાર્યકાળ માંથી પસાર થયેલી છે.જેમા જીવરાજ મહેતાથી માંડીને નરેન્દ્ર મોદી, અને ભુપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓનો આ ડેમના નિર્માણ મા ફાળો રહ્યો છે .17 મુખ્ય મંત્રીના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચુક્યો છે.

એ ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના પાંચ યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450  મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.જેના દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને અનુક્રમે 16% 27% ને 57% વીજળી મળી રહી છે.કરોડોનું વીજ ઉત્પાદન એ નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું ગણાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી 458 કિ.મી ની કેનાલ પણ નર્મદા ડેમની જ છે.જેના દ્વારા ગુજરાતના 4000 ગામડાઓને સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને 10,000 ગામડાઓની પીવાના પાણીનો લાભ મળે છે. રાજ્યના 33 જિલ્લાઓમાં 19 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચી રહ્યા છે.જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.

ચોમાસામાં ડેમ ઓવર ફ્લોનો અદ્દભૂત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે એ ગુજરાત માટે કઈ ઓછા આનંદની વાત નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!