google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratSou ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા : ઓનલાઈન...

Sou ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા : ઓનલાઈન ટિકિટ બુક થતા કર્મચારીઓ સાથે તું તું મૈં મૈં ના દ્રશ્યો

- ઓનલાઈન ટિકિટ બુકીંગ બંધ કરવાની માંગ કરી પરત ફરેલા પ્રવાસીઓએ ટિકિટના પૈસા રિફંડની કરી માંગ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજકોટની ઘટના બાદ એકતાનગરનું ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક બંધ કરાયું છે.પરંતુ ઓનલાઈન ટિકિટ બુકીંગ ચાલુ રખાતા ટિકિટ લઈને આવેલા પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટેશન પાર્કમાં જવાન દેતા પ્રવાસીઓને કર્મચારીઓ સાથે બોલાચાલીથતા તું તું મૈં મૈં ના દ્રશ્યો સર્જાયાં હતા.જેને કારણે Sou ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક પર આવેલા અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને તંત્રના અણઘડ વહીવટને લઈ પ્રવાસીઓને ધરમના ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.
હાલમાં રાજકોટના અગ્નિકાંડને લઈને સમગ્ર જિલ્લા રાજ્યભરમાં ફાયર સેફટીનો અનેક સ્થળે અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક આએક એવું પ્રવાસન સ્થળ છે.જ્યાં દેશ અને વિદેશ માંથી હાલ રજાના દિવસો માં પ્રવાસીઓ આવી રહ્યા છે.જોકે ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક માં જે નાના બાળકો પોતાના વાલીઓ સાથે આવે છે.પરંતુ રાજકોટની ઘટના બાદ ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક પણ પાંચ દિવસ થી બંધ કરાતા પ્રવાસીઓ અટવાયા છે.કારણ કે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે પરંતુ sou ની વેબસાઈડ પર ઓનલાઈન ટિકિટ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની બુક થતા પ્રવાસીઓ બુક કરીને આવી રહ્યા છે અને અહીં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પર આવી જતા એન્ટ્રી ન મળતા પ્રવાસીઓને ધક્કો પડતા પ્રવાસીઓ અટવાઈ જતા રોષે ભરાયા હતા અને પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટેશન પાર્ક ના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે અહીં કર્મચારીઓ સાથે તું તું મૈં મૈં ના દ્રશ્યો સર્જાયા હતા.હાલ તો તંત્ર ના અણઘડ વહીવટને લઈ પ્રવાસીઓ ને ધરમ નો ધક્કો ખાવો પડી રહ્યો છે.જેને લઈ આજે પ્રવાસીઓ રોષે ભરાયાં હતા.હવે પ્રવાસીઓ ની માગ છે કે sou સત્તામંડળ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાનું બંધ કરે.અને પરત ફરેલા પ્રવાસીઓએ ટિકિટના પૈસા રિફંડ કરવાની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!