(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આજથી શનિ, રવિ અને નાતાલ પર્વની ત્રણ દિવસની રાજાઓ માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધાડાધાડે ઉમટ્યા હતાં.આજથી શરૂ થયેલા મીની વેકેશનના પહેલાં દિવસે ૫૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા.આ ત્રણ દિવસ મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓ ના ભાગ રૂપે તંત્ર સજ્જબન્યું હતું અને સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાને લોક લાગણીને માન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે.
આજે પહેલાં દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતાં ત્રણ દિવસ ના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઑ ધાડા ઉમટ્યા હતાં. અહીં ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું હતું.પહેલાં કરતા SOU પર પ્રવાસીઓની સુવિધાઓ વધી હોવાનો પ્રવાસીઑએ પ્રતિભાવ આપ્યો હતો લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંશા પણ કરી હતી.અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ કરી હતી.
પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ ૨૫ ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે,જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ ૨૫ ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી ૨૫ ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે.તેના બદલે ૨૬ ડિસેમ્બર મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરી માંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે.દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.