google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં ૫ વિધાનસભા મતવિભાગનાના ૧૦ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ

ભરૂચ જીલ્લામાં ૫ વિધાનસભા મતવિભાગનાના ૧૦ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ

- મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ તાલીમ વેળાએ માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા

ભરૂચ,

લોકસભા સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભરૂચ જીલ્લામાં ચૂંટણી વિભાગે ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ વિવિધ વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપનાર એસી લેવલ માસ્ટર ટ્રેનર્સની તાલીમનું આયોજન કર્યું છે. જેમા ભરૂચ જીલ્લાની વિધાનસભા મતવિભાગના ૧૦ જેટલા માસ્ટર ટ્રેનરને પ્રાંત અધિકારી ભરૂચ,પ્રાંત અધિકારી ઝધડીયા,જીલ્લા પુરવઠા અધિકારી ભરૂચ અને પ્રિન્સીપાલ આઈટીઆઈ અંકલેશ્વર દ્નારા ક્રમાનુસાર વિષયો પ્રમાણે તાલીમ આપવામાં આવી હતી.                

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે જીલ્લા ચૂંટણી વિભાગે પણ ચૂંટણીની તૈયારીઓનો આરંભ દીધો છે.જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ભરૂચ તુષાર સુમેરા તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડૉ.એસ.એમ.ગાંગુલી દ્વારા માસ્ટર ટ્રેનર્સને ચૂંટણી કામગીરી સંદર્ભે વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપનાર એસી લેવલ માસ્ટર ટ્રેનર્સને જરૂરી તાલીમ લીધા બાદ સબંધિત વિધાનસભા મતવિભાગના કર્મયોગીઓને તાલીમ આપવા સુચન કર્યું હતું. જેમાં બે દીવસીય યોજાયેલી તાલીમ દરમ્યાન મુખ્ય ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા.તેમણે ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જરૂરી વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરૂ પાડયું હતું.વધુમાં માસ્ટર ટ્રેનરની સાથે ચૂંટણી સાથે સંકળાયેલ તમામ નાયબ મામલતદાર અને કારકુનોને પણ તાલીમ આપવામાં આવશે.આ તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ પોતાની વિધાનસભામાં પ્રિસાઈડીંગ- પોલિંગ ઓફીસર, સેકેટર ઓફિસર સહિતનાઓને તાલીમ આપશે. 

જુદા –  જુદા વિષયોની તાલીમ જીલ્લા એસએલએમડી અને પ્રાંત અધિકારી તથા ડીએલએમટી પ્રાંત અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રિન્સીપાલ આઈટીઆઈ – અંકલેશ્વર દ્વારા આપવામાં આવી હતી.આ તાલીમમાં મતદાન મથક,પોલીંગ પાર્ટીએ કરવાની કામગીરી,ઈવીએમ હેન્ડસઓન તાલીમ,પ્રિસાઈડીંગ ઓફીસર તથા ઝોનલ ઓફીસરની કામગીરી તેમજ ખર્ચની જુદી જુદી ટીમોની કામગીરી અંગે તેમજ ચૂંટણી લગતી તમામ પ્રક્રિયાની તાલીમ આપવામાં આવી. 

આ તાલીમમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા,નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ,નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી ડૉ.એસ.એમ.ગાંગુલી,માસ્ટર ટ્રેનરોની સાથે ચૂંટણી સાથે સંકળાયેલ તમામ નાયબ મામલતદાર અને કારકુનો પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!