(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીઆરસી ભવન ખાતે ટી.એચ.ઓ ઓમકારનાથ દેસાઈની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકા શિક્ષક મિત્રોનો તાલીમ વર્ગ યોજાયો હતો.જેમાં બીઆરસી અશ્વિનભાઈ પઢીયાર, ડોક્ટર ભૂમિકા રાણા,ડોક્ટર ગજેન્દ્રસિંહ ગોહિલ, સી.આર.સી બીપીનભાઈ મહીડા,સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ્યમાન ભારત અંતર્ગત શાળાના બાળકોનું આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ અંતર્ગત ત્રિદિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ ટીએચઓ દ્વારા શાળાના શિક્ષકોનો રાખવામાં આવ્યો હતો.જેમાં ટ્રેનર આસિફ સારોદી ,સી.આર.સી ગૌતમભાઈ, શિક્ષક દોલતસિંહ દ્વારા આજના સમયમાં કિશોર અવસ્થામાં બાળકોમાં થતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી.કિશોર અવસ્થામાં શારીરિક ફેરફારોના કારણે ઉદભવતી મૂંઝવણો અને માનસિક ફેરફારોમાં બદલાવ, ઉગ્રતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓનું બાળકોનું નિદાન અને તેઓનું કાઉન્સિલિંગ કરી સમસ્યાના સમાધાન કઈ રીતે કરવું તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કિશોરોમાં વધતા સામાજિક,પરીક્ષાલક્ષી,ઓનલાઇન ફ્રોડ,સતામણીને કારણે ઉદભવતા ડિપ્રેશન અને આત્મહત્યાના વધતા બનાવો માટે જવાબદાર હોય,આવી પરિસ્થિતિમાં તણાવ અનુભવતા બાળકોની ઓળખ કરી જરૂરી સારવાર મળે અને તણાવ મુક્ત થાય,તેનું વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું.ઉપરાંત બાળકો સારો આરોગ્યપ્રદ ખોરાક મેળવે અને યોગ્ય શારીરિક વિકાસ કરી સ્વસ્થ જીવન જીવે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આજના કિશોરોમાં વ્યસન અને ડ્રગ્સના બંધાણી ન બને તેના સુખાકારી માટે આપણે શું કરી શકીએ તે બાબતે તાલીમ વર્ગમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી.સદર તાલીમ વર્ગમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા.
જંબુસર બીઆરસી ભવન ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શિક્ષકોની ટ્રેનિંગ યોજાઈ
- ત્રિદિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ ટીએચઓ દ્વારા શાળાના શિક્ષકોનો રાખવામાં આવ્યો - કિશોર અવસ્થામાં બાળકોમાં થતા શારીરિક ફેરફારો અને માનસિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી