આમોદ,
આમોદ ખાતે આવેલ બચ્ચોં કા ઘર મદ્રસા સ્કૂલ ખાતે DSP ના આદેશ અનુસાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.જે અનુસંધાને બચ્ચોં કા ઘર આમોદ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બચ્ચોં કા ઘર આમોદ ખાતે દીની તાલીમ સાથે દુન્યવી તાલીમ પણ બાળકોને આપવામાં આવે છે.અહીં બાળકો માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ઉપલબ્ધ છે.એક હજારથી વધારે બાળકો અહીં શિક્ષણ મેળવે છે.આ સાથે ડિસ્પેન્સરી સેવા અને એમ્બ્યુલન્સ સેવા નાગરિકોને નજીવા દરથી આપવામાં આવે છે.જે નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.