google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratપવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજીત ટ્રાયબલ યુનિટી કપ...

પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજીત ટ્રાયબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ

- એકતા,બંધુતા સાથે મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તે હેતુથી ટ્રાયબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

(વિજય વસાવા,નેત્રંગ)    

પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાયબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ કલરના બલૂન છોડીને મેચનું ઓપનિંગ કરાયું હતું.પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે ઈન્ટરનેશનલ કક્ષાના ફલડ લાઈટ લાગેલા હોવાથી દરરોજ શિડયુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાશે. 

સમગ્ર આદિવાસી સમાજના યુવાઓ સશક્ત બને, શિક્ષિત અને સંગઠિત બની,વ્યસન મુક્તીના ધ્યેય સાથે  એકતા,બંધુતા સાથે મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે,લોકો સાથે ઉષ્માભર્યા સબંધો તેવા હેતુથી ટ્રાઈબલ યુનિટી કપનો શુભારંભ કરાયો છે.સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમુદાયના ક્રિકેટર પોતાની ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.

આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત માંથી ૨૦૦ થી પણ વધારે ટીમો ભાગ લેનાર છે.ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીને ટી-શર્ટ આપી તેમને પ્રોત્સાહન પુરુ પાડવાનો પણ પ્રયાસ કરાયો છે.ટુર્નામેન્ટની વિજેતા ટીમને રૂપિયા ૫૧,૦૦૦ નું રોકડ ઈનામ તથા ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમને રૂપિયા ૨૫,૦૦૦ રોકડ તથા ટ્રોફીનું ઈનામ સાથે તમામ મેચમાં મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવનાર છે.ઘર બેઠા ટી.વી કે મોબાઈલ પર નિહાળી શકે તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ YouTube પ્લેટફોર્મ પર TenTen Sport નામની ચેનલ પર જોઈ શકાશે.ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ટરનેશનલ કક્ષાના ફલડ લાઈટ લાગેલા હોવાથી દરરોજ શિડયુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાય છે.આ ટુર્નામેન્ટને રસપ્રદ અને રોમાંચક બને અને સુપર ૧૬ ટીમો માટે સુપર ૬, હેટ્રિક વિકેટ જેવા પ્રસંગોએ આકર્ષક ઈનામોની જાહેરાત થનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!