(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે.પણ નર્મદાના આદિવાસીઓ ક્યારેય સીંગતેલ કે અન્ય તેલ વાપરતા જ નથી.પણ તેને બદલે આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનુંજ તેલ વાપરે છે. હા આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે.ડોળીનુ તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે.હાલ રાજપીપલા ખાતે આદિવાસીઓ ડોળીનું તેલ પીલવા ઘન્ટીએ ઉમટી રહ્યા છે.
નર્મદાના જંગલોમા પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે.આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે.આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સુકવી ને કોથળા, થેલા ભરી લે છે.
હાલ ડોળી માંથી તેલ પિલવાની સીઝન રાજપીપલામાં શરૂ થઈ છે.હાલ આદિવાસીઓ કોથળામા ડોળી ભરી ને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે.સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે.પછી એ ડબ્બામા ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે.આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે.અને ખાદ્યતેલ તરીકે આખુ વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે.
તેલ પિલવાની ઘંટીના માલિક જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સીંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી.કારણકે ગરીબ આદિવાસીને સીંગતેલ મોંઘુ હોવાથી પોષાય તેમ નથી.અહીં ડોળી પિલવાનો કિલોનો ભાવ સાત રૂપિયે પડે છે.નીકળતો ખોળ ખાતરમાં વપરાય છે આમ આદિવાસીઓને આ ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે.
સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે.ખાસ કરીને માલીશ માટે આ તેલ વપરાય છે.ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાઓ ક્યારેય બીમાર પડતા નથી.હાલ તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે.
તેલ ખાતી વખતે કડવાસ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરી છે અને તેમાં થોડી લસણની કળીઓ નાંખી તેને કકડાવી લે છે.તેથી કડવાશ દૂર થઈ જાય.ત્યાર બાદ તેનો ખાવામા ઉપયોગ કરાય છે. આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે.
આરોગ્ય વર્ધક ડોળીનું તેલ પીલવા રાજપીપલા ખાતે આદિવાસીઓ ઉમટ્યા
- આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનુંજ તેલ વાપરે છે : માલીશ માટે અને ખાવામા વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે - નર્મદાના જંગલોમા પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે તેમાંથી ડોળીનું તેલ મળે છે