(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ચાર રસ્તા નજીક ગત રાતના એક ટ્રક ચાલકે એક ઈકો ગાડીને અડફેટમાં લીધી હતી.ત્યાર બાદ ત્યાંથી નાશી છુટેલ આ ટ્રક ચાલકે વંઠેવાડ નજીક વીજ પોલો સાથે ટ્રક અથાડતા ત્રણ જેટલા વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મરને નુકશાન પહોંચાડ્યુ હતું.આ ઘટનામાં ત્રણ વીજ પોલ ધરાશાયી થયા હતા.લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ ટ્રક ચાલક નશામાં હતો અને ત્રણ કિલોમીટરના વિસ્તારમાં બે સ્થળોએ અકસ્માત કરવાનું કારણ બન્યો હતો.જાણવા મળ્યા મુજબ વીજ પોલ ધરાશાયી થવાની આ ઘટનામાં રૂપિયા ૬૦ થી ૬૫ હજાર જેટલું નુકશાન થયું હતું.જોકે આ લખાય છે ત્યાં સુધી આ બાબતે પોલીસ ફરિયાદ થઈ નથી.જોકે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં એક ઇકો ગાડી સહિત વીજ પોલોને નિશાન બનાવનાર અકસ્માતને લઇને તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં હવે મોટાભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના બનતી જોવા મળે છે.