google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeCrimeનર્મદાના ખમાર પાસેથી ખેર વૃક્ષના ૧૧ ટન ખેરના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક...

નર્મદાના ખમાર પાસેથી ખેર વૃક્ષના ૧૧ ટન ખેરના ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ

- એલ.સી.બી નર્મદા પોલીસ અને વન વિભાગનું ઓપરેશન : ૩૧મી ડિસેમ્બર ટાણે દારૂ પકડવા જતાં લાકડા ઝડપાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તથા જીલ્લા માંથી દારૂના દુષણનેડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિને અટકાવવા માટેની કડક સુચનાનાં પગલે તથા નર્મદા એલસીબી પોલીસે આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર નાકાબંધી તથા વોચ ગોઠવી હતી.ત્યારે ખામર ગામ નજીક બીદુ પંજાબી ઢાબા પાસે હાઈવે રોડ ઉપર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાતા ટ્રકને રોકી ટ્રકમાં ઝડતી તપાસ કરતા ટ્રક માંથી પ્રતિબંધીત અંદાજીત ૧૧ ટન જેટલા ખેર વૃક્ષના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

ઈન્ચાર્જ એલસીબી પીઆઈ આર.જે.ગોહીલ અને  સ્ટાફે મુદ્દામાલ રાજપીપલા વન વિભાગને સોંપી દેતા ફોરેસ્ટર રમેશભાઈ તડવી તથા તેમની ટીમ વડિયા જકાત નાકા પરથી  મુદ્દામાલ સહીત ટ્રક તથા ડ્રાઈવર કંડક્ટરની અટકાયત કરી રાજપીપલા વન વિભાગની કચેરીએ લઈ આવતા આર એફ ઓ જીજ્ઞેશ સોનીએ વધુ આગળ તપાસ કાર્યવાહી શરૂ કરી છે.પકડાયેલ આરોપીઓમાં યુનુસ સમશેર અલી શાહ,ધુલે (મહારાષ્ટ્ર) અને ખલીલ અહમદ અકીલ અહમદ શેખ રહે.ધુલે (મહારાષ્ટ્ર)ની ધરપકડ કરાઈ છે.

– ખેર એ કાથો બનાવવાના કામમા આવતો હોય તેની માંગ ભારે હોઈ તેની તસ્કરી મોટા પાયે થતી હોય છે

નર્મદા માંથી મોટા પાયે ઝડપાયેલ ખેરનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો એના મૂળ માલિક કોણ છે તેની વન વિભાગે પૂછ પરછ શરૂ કરી વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!