(ભાવેશ પંડ્યા,ભાલોદ)
હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મતત્વ હોય છે.તુલસીના પાનનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં કારતક મહિનામાં તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે.ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે કારતક સુદ પૂનમ (દેવદિવાળિ)ના દિવસે રણછોડજી મંદીર ખાતે દર વર્ષ ની જેમ આ વષેપણ તુલસી વિવાહ નો ઉત્સવ ઉજવવામા આવ્યો હતો.મંદિર દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત રણછોડજી મંદિર ખાતે દ્વારા ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનો તુલસી વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો.કારતક સુદ પૂનમ (દેવદિવાળિ) ના તુલસી વિવાહનો પ્રસંગ હોઈ મંદીર ખાતે ભવ્ય લાઈટીંગ તેમજ ફુળમાળા તેમજ રંગાળી સાથે મંદીરને જળહળતુ કરાયુ હતુ.
રણછોડજી મંદીર ખાતે બપોર બાદ ગણેશ સ્થાપના બાદ ગ્રહશાંતિ સાથે તુલસી વિવાહ પ્રસંગ અંગેના વિવિઘ ઘાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.રણછોડજી મંદીરે ઘણા વર્ષોથી તુલસી વિવાહ શુભ પ્રસંગ નુ આયોજન કરવામા આવે છે.તુલસી વિવાહે સમગ્ર ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ.ભગવાન વિષ્ણુ સ્વરૂપના શાલીગ્રામ અને તુલસી માતાજી ના વિવાહ શાસ્ત્રોક્ત વિઘિથી સંપન્ન થતા જ આગામી સમયમા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગની મોસમ ખીલી ઉઠસે.
દેવ દિવાળીએ ભાલોદ ગામે રણછોડજી મંદીરે તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો
- શુભ મૂહર્તોનો પ્રારંભ સાથે લગ્નનસરા સહિત શુભ કાર્યોની શરૂઆત થશે