(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દિવાળીના દિવસે ગલગોટાના ફૂલોનું નર્મદામાં ભારે વેચાણ થયું છે.હવે સૌથી વધારે વેચાણ નવા વર્ષના દિવસે થશે.રાજપીપલા ખાતે 50થી વધુઅને નર્મદામાં 500થી વધુ દુકાનોમા ફૂલોની દુકાનોમાં 2000થી વધુ કારીગરો છેલ્લા બે દિવસથી ફૂલોનાં હાર બનાવવામાં વ્યસ્ત બન્યા છે.આખીરાત ફૂલોના હાર બનાવવામાં કારીગરો વ્યસ્ત વ્યસ્ત બન્યા છે.
નૂતન વર્ષના દિવસે શુભ મુહર્ત હોવાથી ગલગોટાના ફૂલોનાં હારની ભારે ડિમાન્ડ રહી છે.ખાસ કરીને દિવાળી પછી નવા વર્ષે શુભ દિવસે નવા વાહન, મકાન, સામાનની ખરીદી, શુભ મુહૂર્તમાં ખાતમુહૂર્ત કરવા તથા માતાજીને હાર ચઢાવવામાં ગલગોટાના ફૂલોની એટલી ભારે માંગ છે કે ગલગોટાના ફૂલો છેલ્લી ઘડીએ ખૂટી જતાં ફૂલો મધ્યપ્રદેશમાંથી મંગાવવા પડ્યા હતા.આ ફૂલો લાંબા સમય સુધી કરમાંતા કે ખરાબ ન થતા હોવાથી નૂતન પર્વે ફૂલોનાં હાર બનાવવાની પ્રક્રિયા એક અઠવાડિયાથી શરૂ થઈ જાય છે.
રાજપીપલાના મહારાજા ફ્લાવરની દુકાનના આયોજક નયનભાઈ માલી જણાવે છે કે નવરાત્રિ અને દશેરા પર્વે નવ દિવસ દરમ્યાન 4થી 5 હજાર કિલો ફૂલોનું વેચાણ થઈ જાય છે.બહારથી આવતા ફૂલો પૂરતા ન હોવાથી અમારું પોતાનું ગલગોટાના ફૂલોનું ખેતર છે જે અમારા ફૂલોની ડિમાન્ડ પુરી કરે છે દશેરા પર્વે ફૂલોની ભારે માંગ રહેતી હોવાથી ફૂલોનાં હાર બનાવવા અમારા કારીગરોની સાથે પરિવાર પણ જોડાઈ જાય છે દશેરાની આગલી આખી રાત ફૂલોનાં હાર બનાવવામાં લાગી જાય છે.રાજપીપલા ખાતે 50થી વધુઅને નર્મદામાં 500થી વધુ દુકાનોમાફૂલોની દુકાનોમાં 2000થી વધુ કારીગરો છેલ્લા બે દિવસથી ફૂલોનાં હાર બનાવવામાં વ્યસ્તથઈ જાય છે.નર્મદામાં માતાજીના મંદિરો વધારે હોવાથી અને શુભ મુહૂર્ત પણ વધારે હોવાથી ગલગોટાના ફૂલોનું કરોડોનું ટર્ન ઓવર થતું હોય છે.જે ફુલને કોઈ સુગન્ધ નથી છતાં માતાજી, દેવના શિરે સૌથી વધુ ચઢ્યા હતા.