ભરૂચ,
સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા –યમુના સરસ્વતીના સંગમની સાથે સાથે પ્રયાગરાજની ખાનમ આર્ટ ગેલેરી ખાતે રાષ્ટ્રીયસ્તરના કેલિગ્રાફી અને આર્ટ કલાકારોની પ્રદર્શનીનો સંગમ 15 થી 20 ડિસેમ્બર દરમિયાન રચાયો હતો.જેમાં રાષ્ટ્રીયસ્તરના કેલિગ્રાફી અને આર્ટિસ્ટની સાથે ભરૂચના બે આર્ટિસ્ટ ગોરી યુસુફ હુસેન (આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી આર્ટિસ્ટ) અને નરેન્દ્ર કે સોનાર (આર્ટિસ્ટ) પણ સામેલ હતા. તેઓની ઉત્તમ ચિત્ર કલાકારીગરીનું પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રદર્શનીને નિવૃત બ્રિગેડીયર અને ઉપકુલપતિ શ્રી અહમદઅલી એસએમ તથા કલ્ચર હાઉસ ઈરાન,મુંબઈના ડાયરેક્ટર મો.રઝા ફૈઝલ દ્વારા ખુલ્લુ મુકાયું હતું. આ પ્રદર્શન કલ્ચર હાઉસ ઈરાન,મુંબઈ અને કલ્ચર આર્ટ ઓફ ઈન્ડિયા,ભરુચ,ભારતના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું.પ્રસ્તુત પ્રદર્શનમા ભરૂચના આ બે ક્લાકારોના કુલ 12 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને કલારસિક ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
મહત્વની વાત એ પણ છે કે આ પ્રદર્શનીના સમાચાર ત્યાના 25 જેટલા અખબારો અને સ્થાનિક ચેનલમાં પ્રદર્શિત થયા હતા જે દર્શાવે છે કે પ્રદર્શન કેટલું ભવ્ય રહ્યું હશે.સંગમ નગરી પ્રયાગરાજના યોજાયેલ આ કલા પ્રદર્શનીનો મુખ્ય હેતુ કલા અને કલાકારોને ઉજાગર કરી ઉત્તમ થી સર્વોત્ત્મતા તરફ લઈ જવાનો છે.જેનાથી નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે અને તેઓ વધુ સારી કલા પ્રસ્તુત કરી શકે.પ્રદર્શનીના સમાપન સમારોહમાં પધારેલ નિવૃત ન્યાયાધીશ શ્રી સુધીર અગ્રવાલે દેશના ખૂણે ખૂણેથી લાંબી મુસાફરી કરી આવેલા કલાકારોને ખૂબ બિરદાવ્યા હતા અને જણાવ્યુ હતું કે ‘કલાકાર એ દેવદુત જેવો હોય છે અને ઈશ્વરની સૌથી નજીક હોય છે’
સંગમ નગરી પ્રયાગરાજમાં રાષ્ટ્રીયસ્તરના કેલિગ્રાફી અને આર્ટ પ્રદર્શનીમાં ભરૂચના બે કલાકારો ઝળકયા
- ગોરી યુસુફ હુસેન (આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી આર્ટિસ્ટ) અને નરેન્દ્ર કે સોનાર (આર્ટિસ્ટ) સામેલ - બંને ક્લાકારોના કુલ 12 ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને કલારસિક ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો