(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વિદાય લેતા ૨૦૨૩ ના વર્ષના અંતિમ દિવસના એક દિવસ પહેલાં નર્મદામાં બનેલી ગોઝારી ઘટનામાં નર્મદાના ગરુડેશ્વર બ્રીજ પાસે બાઈક સવારસાથે અકસ્માત થતાં આ અકસ્માતમાં બંન્ને બાઈક સવારોના કરુણ મોત નીપજ્યા છે.અહીંનો એક બ્રીજ બંધ છે.જ્યાંથી જ્યાં ડાઈવર્ઝન અપાયું હતું તેમાં બાઈક સવાર ઘૂસી જતા બેના કરુણ મોત નીપજ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આજે 3 મહિનાથી બ્રીજ બંધ કરવામાં આવ્યો છે.ખાસ કરીને નર્મદા નદીના પુરને લઈ બ્રીજનો એક ભાગ તૂટી જતાં આ પુલને અવરજવર માટે બંધ કરાયો હતો.
આ બન્ને બાઈક સવાર સરકારી આરોગ્યમાં નોકરી કરતા બન્ને બાઈક ઉપર જઈ રહ્યા હતા.ત્યારે રાત્રીના સમયે ડાઈવર્ઝનમાં બાઈક ઘૂસી જતા બન્ને બાઈક ઉપરથી ઉછળીને નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થવા પામી હતી.જેમાં બન્ને ના કરુણ મોત નીપજ્યા હતાં.બંનેને હાલ ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા છે.ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલે લોક ટોળાં ઉમટ્યા હતા.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વર્ષના અંતિમ દિવસોમા ગોઝારી ઘટના : ગરુડેશ્વર બ્રીજ પાસે ડાઈવર્ઝનમાં બાઈક સવાર ઘૂસી જતા બેના કરુણ મોત
- બંને બાઈક સવાર સરકારી આરોગ્યમાં નોકરી કરતા હતા - બંનેને હાલ ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા