google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeCrimeસાયખા નજીકથી ૨૫,૫૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા

સાયખા નજીકથી ૨૫,૫૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા

વાગરા,

વાગરા તાલુકાના સાયખા નજીકથી પોલીસે બે બુટલેગરોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં આવેલ એમ.આર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા.તે દરમ્યાન એક લીલા કલરની રિક્ષા માંથી બે પરપ્રાંતીય જેવા લાગતા ઈસમો ઉતરી રીક્ષાવાળાને ભાડું આપી કાળા કલરનું બેગ ભેરવી સાયખા ગામ તરફ જઈ રહ્યા હતા. તે વેળા પોલીસને શંકા જતા બંને ઈસમોને અટકાવી તેઓ પાસે રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે વગર પાસ પરમીટના ભારતીય બનાવતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૧ બોટલો રૂપિયા ૨૫,૫૦૦ નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી દેવેન્દ્ર પ્રકાશ નિહાલય તેમજ રોહિત રાઠોર રાજુ રાઠોર નામના બે ઈસમોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!