google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઆમોદના નાહિયેર ખાડી પાસે કાર બ્રીજની દિવાલમાં ઘૂસી જતાં બે ઈસમોના મોત

આમોદના નાહિયેર ખાડી પાસે કાર બ્રીજની દિવાલમાં ઘૂસી જતાં બે ઈસમોના મોત

આમોદ,

આમોદ તાલુકાના નાહીયેર ગામની ખાડી પાસે આજ રોજ સવારે હુંડાઈ વેન્યુ ગાડી ખાડીની દિવાલમાં ઘૂસી જતાં કારમાં પાછળની સીટમાં બેઠેલા બે ઈસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે કારમાં ડ્રાઈવર સહિત આગળ બેઠેલા બંને ઈસમને એર બેગ ખુલી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.જોકે તેમને સામાન્ય ઈજા થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ નવી ગાડી જોવા માટે ગયેલા ચાર મિત્રો ગાડી જોઈને સવારે ચાર કલાકે પરત આવી રહ્યા હતા.ત્યારે હુંડાઈ વેન્યુ કારના ચાલક સમીર કાસમ ઘાંચી રહે.માસરરોડ તા.પાદરા જી.વડોદરાએ પોતાના કબજામાની ગાડી બેફામ હંકારી લાવી નાહિયેર ખાડીના બ્રીજની પાળી સાથે ધડાકાભેર અથડાતા ગાડીમા સવાર ચાર પૈકી પાછળ બેઠેલા બે ઈસમો નામે મહમ્મદ રફીક સરફુદ્દીન મલેક ઉ.વ.૫૨ રહે.નેશનલ પાર્ક જંબુસર તેમજ નબીજી અબ્દુલભાઈ ઘાંચી ઉ.વ.૩૩ રહે માસરરોડ. તા.પાદરા જી.વડોદરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જયારે વાહન ચાલક સમીર કાસમ ઘાંચી અને મોઈન અબ્દુલ મલેક જે કારમાં આગળ બેઠા હતા.તેમની એર બેગ ખુલી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.તેઓ સામાન્ય ઈજાગ્રસ્ત થતાં બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે મોઈન અબ્દુલ મલેકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!