google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeભરૂચમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ ના કેસમાં સજા પામેલા બે નાસતા ફરતા આરોપીઓને...

ભરૂચમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ ના કેસમાં સજા પામેલા બે નાસતા ફરતા આરોપીઓને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યા

ભરૂચ,

ભરૂચ શહેરમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ ના કેસમાં નામદાર કોર્ટે સજા કરેલા અને બીજા કેસમાં વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓને પેરોલ ફર્લો કોર્ટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ ભેગા કર્યા છે.

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા તથા વૉન્ટેડ આરોપીઓ પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન માહિતી મળી હતી કે,નામદાર કોર્ટના નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ 138 મુજબના સાદી કેદની સજાના વોરંટમાં ધરપકડથી બચવા સારૂ નાસતા ફરતા આરોપી પ્રશાંતકુમાર ઠાકોરભાઇ પરમાર નબીપુર પોતાના ઘરે હાજર છે,તેને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડી ભરૂચ જીલ્લા જેલમાં ધકેલી દીધો છે.જ્યારે એક બીજા કેસમાં ભરૂચ બીજા એડી.ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ મુજબના ૩ માસની સાદી કેદની સજાના વોરંટમાં ધરપકડથી બચવા સારૂ નાસતા ફરતા આરોપી મો.સલીમ અહેમદ મીયા શેખ સક્કરકુઈ, ગોલવાડ નાકા, સૈયદવાડમાં પોતાના ઘરે હાજર છે તેને ટીમે ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!