બે બહેનોનું અપહરણ કરી પોતાની હવસ સંતોષી
જંબુસર,
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે.જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોએ ૨૬ દિવસ પેહલા રાતના સમયે ભડકોદ્રા ગામે રહેતો યાસીન ખાલીદ ચોક અને નઈમ તેઓની ઈકો કારમાં ઉઠાવી ગયો હતો.બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાય હતી.જ્યાં યાસીને બંને બહેનોને નશાકારક ઈન્જેક્શન આપ્યા હતા.બાદમાં મોટી બહેન સાથે યાસીને જ્યારે નાની બહેન સાથે નઇમે દુષ્કર્મ ગુજાર્યું હતું.બે બહેનોનું અપહરણ અને રેપની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઈન્જેક્શન આપતો વિડીયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો.જ્યારે ચોથા આરોપી અનસે અન્ય ત્રણેયની મદદગારી કરી હતી.
કાવી પોલીસ મથકે ભોગ બનનાર મોટી બહેને સોમવારે કાવી પોલીસ સ્ટેશને PSI વી.એ.આહીર સમક્ષ ફરિયાદ નોંધવત્તા આ ગંભીર ગુનાની તપાસ જંબુસર CPI કે.એમ.વાઘેલાએ હાથધરી છે.