google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયાના ગોવાલી નજીક ગેલેક્સી કંપનીની બસ અને મોટર સાયકલના અકસ્માતમાં મોટર સાયકલ...

ઝઘડિયાના ગોવાલી નજીક ગેલેક્સી કંપનીની બસ અને મોટર સાયકલના અકસ્માતમાં મોટર સાયકલ સવાર બેના ઘટના સ્થળે મોત

- તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને પગલે તાલુકાની જનતામાં ચિંતા ફેલાઈ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસે દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે.આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પર પુર ઝડપે અને બેફિકરાઈથી દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે અને લાંબા સમયથી ચર્ચામાં છે છતાં આવા વાહનો બેરોકટોક અને પુર ઝડપે દોડતા હોવાથી તંત્રએ આ બાબતે લાલ આંખ કરવાની જરૂર જણાય છે. અકસ્માતોની પરંપરાને યથાવત રાખતી એક ઘટનામાં આજરોજ ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક ગેલેક્સી કંપનીની લક્ઝરી બસ અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ સવાર બે ઈસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઈ ઠાકોરભાઈ વસાવા ઉંમર વર્ષ ૩૬ તેમજ ફળિયામાં રહેતા અને મુળ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઈ વસાવા ઉંમર વર્ષ ૫૪ બંને ઈસમો સવારના મોટર સાયકલ લઈને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા.ટીનીયાભાઈ મોટર સાયકલ ચલાવતા હતા અને બાબુભાઈ પાછળ બેઠા હતા.આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે ગેલેક્સી કંપનીની લક્ઝરી બસ નંબર જીજે ૧૬ એવી ૭૩૦૨  મોટર સાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટીનીયાભાઈના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી.મોટર સાયકલ પર બેઠેલ અન્ય ઈસમ બાબુભાઈને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર ટીનીયાભાઈ ઠાકોરભાઈ વસાવા તેમજ બાબુભાઈ દુર્લભભાઈ વસાવા બન્ને ઈ સમો ગંભીર રીતે ઈ જાગ્રસ્ત થયેલ હોઈ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા.અકસ્માત સંદર્ભે જયંતીભાઈ ઠાકોરભાઈ વસાવા રહે.ગામ મોટાસાંજા તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

– મંથર ગતિએ ચાલતા ગોવાલી રોડના કામમાં બાબતે લોક દરબારમાં જીલ્લા પોલીસ અધિકારીને રજૂઆત થઈ હતી

છેલ્લા બે વર્ષ જેટલા સમયથી મુલતદ ચોકડી થી નાનાસાંજા ફાટક સુધીના સીસી રોડના કામને મંજૂરી મળી છે,કામ એટલી મંથર ગતિએ ચાલે છે કે છેલ્લા છ માસ કરતા વધુ સમયથી ફોરલેન હાઈવે ને વન વે કરી દેવામાં આવ્યો છે જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે, ટ્રાફિકજામ રહે છે જે બાબતે હાલમાં જ ઝઘડિયા ખાતે જીલ્લા પોલીસ અધિકારી ની અધ્યક્ષતા માં યોજાયેલ લોક દરબારમાં મુલદથી નાનાસાંજા રોડની કામગીરી ઝડપી કરવામાં આવે જેથી ટ્રાફિક જામ ની સમસ્યા તથા અકસ્માતની ઘટનાઓને નિવારી શકાય જે બાબતે જીલ્લા પોલીસ અધિકારી દ્વારા યોગ્ય સ્તરે તે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!