google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચની બે સગી બહેનો રમત - ગમત મેદાન બચાવ અભિયાન હેઠળ વડોદરાથી...

ભરૂચની બે સગી બહેનો રમત – ગમત મેદાન બચાવ અભિયાન હેઠળ વડોદરાથી સાયકલિંગ કરી કલેકટરને રજૂઆત કરી

- ભરૂચ સબજેલ પાછળ આવેલું મેદાન ખુલ્લું રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ભરૂચ,
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન આવેલું છે.આઅ મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવામાં આવે અને જેલ પ્રશાસન ધ્વારા તેને બંધ ન કરવા માટે સ્થાનિકો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ મૂળ ભરૂચની અને હાલ વડોદરા ખાતે રહેતી બે નેશનલ લેવલની ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આ તબબકે તેમની સાથે સ્થાનિક રહીશો પણ જોડાયા હતા.
ભરૂચ સબજેલની આવેલી ખુલ્લા મેદાનનો વિવાદે સપાટી પર ફરી માથુ ઉચક્યું છે.આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો.જેને લઈને સ્થાનિકોએ અગાઉ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી.તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા મૂળ ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી ખેલાડી લાયબખાન પઠાણ અને લારૈબખાન પઠાણ બે સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે.પરતું જીલ્લામાં રમત ગમત માટે કોઈ સુવિધાઓ ન હોવાથી હાલમાં વડોદરામાં રહીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહી છે.આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબખાન પઠાણ અને લારૈબખાન પઠાણ વડોદરા કલેકટર કચેરીથી વહેલી સવારથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચતા સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને બે સગી બહેનો દ્વારા જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપીને આ રમત ગમતના મેદાન પર કોઈપણ પ્રકારનો કબ્જો નહિ કરવા અને આ મેદાન કાયમ માટે અહીંયાના સ્થાનિક બાળકો માટે ખુલ્લું મુકવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે છે તેવી રજૂઆત કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!