ભરૂચ,
જંબુસર તાલુકાના કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં સગી બે બહેનોને ગોંધી રાખી બળાત્કાર કરવા સાથે તેણીને નશાના ઈન્જેક્શનનો નરાધમોએ આપી ગંભીર પ્રકારનો દુષ્કર્મ આચર્યું હોવાના પ્રકરણમાં નરાધમોએ નશાના ઈન્જેક્શન આપતા વિડીયો પણ બનાવી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા આખરે સમગ્ર પ્રકરણ પોલીસ મથકે પહોંચતા બળાત્કાર અને સાયબર એક્ટ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે બે નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને અન્ય બે ફરાર ઈસમોને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં સગી બે બહેનોને કેટલાક યુવકોએ નશાના ઈન્જેક્શન આપી રહ્યો હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે અને સમગ્ર વીડિયો પીડિતાના પરિવાર સુધી પહોંચ્યા હતા.સમગ્ર ઘટનામાં તપાસ દરમ્યાન જે બે બહેનોને નશાના ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા હોવાના વિડીયોની તપાસ કરવામાં આવતા આ વિડીયો ૨૫ દિવસ પહેલા બે યુવકો તેણીને ઈકોમાં કાવલી ગામના એક ફાર્મ હાઉસમાં લઈ જઈ બંનેને નશાના ઈન્જેક્શન આપી બળાત્કાર ગુજારીયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી અને બંને બહેનોએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી અને આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
દુષ્કર્મ આચળનારા નરાધમોએ નસાના ઈન્જેક્શન આપતા વિડીયો પણ બનાવ્યા અને યાસીન ખાલીદ ચોક રહે ભડકોદરા જંબુસર અને નઈમ નામના ઈસમોએ બળાત્કાર કરવા સાથે નશાના ઈન્જેક્શન આપ્યા હોવાનું ફલિત સાથે અન્ય બે ઈસમ માઝ અને અનસનાઓએ એકબીજાના મેળા પીપણામાં વિડિયો વાયરલ કર્યા હોવાનું ફલિત થયું હતું જેના કારણે ભોગ બનનાર ફરિયાદીએ ફાર્મ હાઉસમાં બળાત્કાર કરનાર બે નરાધમ અને અન્ય બે સાથી મિત્ર મળી ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને દબોચી લીધા છે જ્યારે અન્ય બે આરોપીને ઝડપી પાડવાની કવાયતો કરી છે સમગ્ર વાયરલ વિડીયો થતા જ ભરૂચ જિલ્લામાં નશાના ઈન્જેક્શનનો શું કારો કારોબાર ચાલે છે તેવા સવાલો પણ લોકોમાં ઊભા થઈ ગયા છે.કારણ કે જંબુસર તાલુકા માંથી ભૂતકાળમાં એમડી ડ્રગ્સ પણ એસઓજી પોલીસે આશરે બે વર્ષ અગાઉ ઝડપી પાડ્યું હતું.ત્યારે હજુ આ કારોબાર કોણ કેવી રીતે ચલવી રહ્યું છે તે પણ ભરૂચ જીલ્લાની પોલીસ માટે તપાસો વિષય બની ગયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વાયરલ વિડીયો બાદ શું ભરૂચ જીલ્લામાં નશાનો કારોબાર ચાલી રહ્યો છે તેવા અનેક સવાલો પણ ઊભા થઈ ગયા છે.તો ભરૂચ જીલ્લાના મેડીકલોમાં પણ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના નશા કારક ટેબલેટ અને સીરપોનું વેચાણ થતું હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે અને તેમાંય નાઈટ્રેન્સ -10, આલ્ફા ઝોલમ 0.5, જેપી જ 0.5, પ્રોક્સી કેપ્સુલ સહિત અલગ અલગ સિરોકોનું પણ વેચાણ થતું હોય અને તે પણ ઘણા મેડિકલ વાળા ઓળખીતાઓને જ અને કાયમી ગ્રાહકોને આપતા હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.